ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : રાજુલાના સોની પરિવારે માં અંબાને રૂ. એક લાખનું છત્ર કર્યું અર્પણ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં માં અંબા બિરાજમાન છે. જ્યાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શને આવે છે. માં અંબાના ચરણોમાં વિવિધ ભેટ ધરે છે.

જેમાં ઘણા માઇ ભક્તો સોનાના આભૂષણો પણ ભેટ ધરતા હોય છે. ત્યારે રાજુલાના સોની પરિવારે શનિવારે રૂપિયા એક લાખ ઉપરાંતની કિંમતનું છત્ર માતાજીના ચરણોમાં ભેટ ધર્યું હતું.

રાજુલાના વસંતીબેન સોનીએ પોતાના 58 મી લગ્નતિથિ પ્રસંગે આ છત્ર ભેટ અર્પણ કર્યું હતું. સોની પરિવારે માતાજીના ના દર્શન કરી સાલગીરા મનાવી હતી. આ સોની પરિવારે પોતેજ છત્ર બનાવી મંદિરમાં આપ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના કંસારીના યુવકને હત્યામાં વપરાયેલ જીપડાલા સાથે ઝડપી લીધો

Back to top button