પાલનપુર : વરલી મટકાનો કિંગ ગણાતો રાજુ મોદી ઉર્ફે બેટરી ડીસા માંથી ઝડપાયો
- પોલીસની આંખમાં ધુળ નાખીને શહેરમાં વરલી મટકા રમાડતો હતો
પાલનપુર : ડીસા શહેરના ગુલબાની નગરમાંથી વરલી મટકાનો જુગાર રમતા અગાઉ ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પરંતુ વરલી મટકાનો કિંગ ગણાતો રાજુ મોદી ઉર્ફે બેટરી ભૂગર્ભમાં જતો રહ્યો હતો. જેને પોલીસે ડીસામાંથી ઝડપી લીધો હતો.
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગારની બદી ફૂલીફાલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચનાથી જિલ્લામાં દારુ જુગારના કેસો પકડી પાડવા સુચના અનુસાર ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝાની સુચનાથી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પી. આઈ. વી. એમ.ચૌધરીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ગુલબાણીનગર સોસાયટીમાંથી અગાઉ વરલી મટકાના જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યાં હતાં..
જ્યારે છેલ્લા કેટલાય સમયથી પોલીસની આંખમાં ધુળ નાખીને શહેરમાં ખાનગી રીતે વરલી મટકાના જુગાર રમાડતા રાજુભાઇ સેવંતીલાલ મોદી ઉર્ફે રાજુ બેટરીનું નામ આખરે બહાર આવ્યું હતું. જેમાં શહેરમાં વરલી મટકાના જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ડીસા ઉત્તર પોલીસ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીસા ઉત્તર પોલીસને સફળતા મળી છે.ઉલ્લેખનીય છેકે થોડા વર્ષો અગાઉ ડીસા શહેરમાં વરલી મટકાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતાં રાજુભાઇ મોદી પર અનેક ગુન્હાઓ નોંધાયા હતા અને બાદમાં રાજુ મોદી ભુગર્ભમાં જતો રહ્યો હતો. જે રાજુ મોદીને ઉત્તર પોલીસ દ્વારા ફરીથી ઝડપી લેવાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર વરલી મટકાના જુગાર રમાડતો હોવાની હોવાની બાતમીના આધારે ઉત્તર પોલીસ દ્વારા રાજુભાઇ સેવંતીલાલ મોદી ઉર્ફે રાજુ બેટરી સામે ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ મુજબની ફરીયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો : પાલનપુર : ડીસા કોલેજના એન.એસ.એસ. ના ખાસ વાર્ષિક શિબિરનું સમાપન, વિવિધ કાર્યક્ર્મ યોજાયા