પાલનપુર : ડીસાના ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા PSI વિનોદભાઈ લીંબાચિયાનું સન્માન


પાલનપુર : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલ પોલીસ વિભાગની ખાતાકીય પરીક્ષામાં પોલીસ વિભાગમાં એલ.સી. બી. માં ફરજ બજાવતા વિનોદભાઇ એ. લીંબાચીયાએ ખાતાકીય પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેઓનું ડીસા ખાતે પી. એસ. આઈ. તરીકે નું પોસ્ટીગ થયું હતું. જેથી સમગ્ર નાઈ સમાજનું ગૌરવ કહી શકાય એવા વિનોદભાઈ એ. લીંબાચીયાનું ડીસા શહેરમાં ઋષિવંશી સેવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જોકે આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ પી.એસ.આઈ. વિનોદભાઈની પાટણ ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે ડીસા શહેર ઋષિવંશી સેવા સંગઠનના પ્રમુખ ઉત્તમભાઈ નાઈ, ડીસા શહેર નાઈ એસોસિયસના પ્રમુખ દિનેશભાઈ જેમ્સ, ડીસા પ્રગતિ મંડળના પ્રમુખ ચેતનભાઈ ગોહિલ તેમજ ભારતીય જનતા પાર્ટીના નાઈ સમાજના હોદ્દેદારો રાજેશભાઈ નાઈ, હરેશકુમાર નાઈ, પ્રવીણભાઈ પરાડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્ય દિનેશભાઈ બી. નાઈ તેમજ સમાજના નામી- અનામી અગ્રણીઓ ઉપસ્થિત રહી પી. એસ.આઈ. નું શાલ,હારમાળા તેમજ મોમેન્ટો અને મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું .પી.એસ.આઈ વિનોદભાઈ એ સર્વ જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : જીવદયા પ્રેમીઓ દ્વારા પાલનપુર પાસેથી 1300 થી વધું ઘેટાં-બકરાં ભરેલી 5 ટ્રકો ઝડપી પાડી