ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : એલિવેટેડ બ્રિજ ઉપર ટાયરો સળગાવી વિરોધ, વાહન વ્યવહાર ખોરવાયો

Text To Speech

પાલનપુર : સહાયના મુદ્દે છેલ્લા એક માસથી ચાલી રહેલા આંદોલનના પગલે શુક્રવારે સરકારી કચેરીઓમાં ગાયોને છોડી મૂકવામાં આવી. ગૌશાળાઓ અને પાંજરાપોળોમાંથી ગાયોને છોડી મુકવામાં આવી રહી છે. જેને લઈને કયાંક રસ્તા ચક્કાજામ બન્યા છે. ડીસા તાલુકાના માલગઢમાં આવેલી ગૌશાળામાંથી પણ ગાયોને છોડી મૂકવામાં આવી હતી. જેના કારણે ડીસા -કંડલા હાઈવે થોડા સમય માટે વાહન વ્યવહારથી પ્રભાવિત થયો હતો.

જ્યારે બપોરે 1:30 વાગ્યાના સુમારે ડીસાની મધ્યમાંથી પસાર થતા એલિવેટેડ ઉપર ટાયરો સળગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ ઘટનાના બદલે એલિવેટેડ બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાયો હતો. આ ઘટના પગલે અફડાતફડી મચી ગઈ હતી.

બનાસકાંઠા

જોકે બાદમાં વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ ગયો હતો. બીજી બાજુ કેટલાક સંતો અને ગૌ સેવકોની અટકાયત કરાતા ગૌસેવકોમાં નારાજગી પ્રસરી છે. અને વધુ આક્રમક બની આંદોલનને યથાવત રાખવાનો મૂડ બનાવી લીધો હોય તેવું લાગી રહ્યું છે.

Back to top button