પાલનપુર : પ્રધાનમંત્રી મોદીએ અંબાજીમાં કેશાજી ઠાકોરની પીઠ થાબડી, હવે 24 દાવેદારોને ચિંતા થઈ હશે
- અંબાજીમાં પીએમ મોદીને આવકારતો વિડિયો વાયરલ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે આવીને ગયા. તેઓ સભા સ્થળે પહોંચે તે અગાઉ પ્રધાનમંત્રીને આવકારવા માટે ભાજપ પક્ષના હોદ્દેદારો હાથ જોડીને કતાર બંધ લાઈનમાં ઊભા હતા. જેવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ એન્ટ્રી લીધી તેવામાં જ કતારબંધ ઉભેલા હોદ્દેદારો તેમનું સ્વાગત કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી બે હાથ જોડી મંચ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ કતારમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી કેશાજી ઠાકોરે પણ નમસ્કાર કર્યા હતા. આ દરમિયાન માત્ર વડાપ્રધાન મોદીએ તેમની જ પીઠ થાબડી હતી.
પાલનપુર : પ્રધાનમંત્રી મોદીએ અંબાજીમાં કેશાજીની પીઠ થાબડી
અંબાજીમાં પીએમ મોદીને આવકારતો વિડિયો વાયરલ#Palanpur #Banaskantha #Ambaji #PMModi #PMModiInGujarat #KeshajiThakor #GujaratElections2022 #GujaratElections #elections #elections2022 #Gujarat #gujaratinews #Humdekhengenews pic.twitter.com/ENP5JVhfJc
— Hum Dekhenge News (@humdekhengenews) October 1, 2022
આ વિડીયો બનાસકાંઠા જિલ્લામાં ફરતો થતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણીને જાહેર થવાના થોડા જ દિવસો બાકી રહ્યા છે. તે અગાઉ જ ગત સપ્તાહે દિયોદર વિધાનસભા બેઠક માટે 24 જેટલા દાવેદારોના નામનું લિસ્ટ ભાજપમાં ઉચ્ચકક્ષાએ પહોંચાડવામાં આવ્યું હતું. જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયું હતુંમ જેમાં કેસાજી ઠાકોરના નામની બાદબાકી જોવા મળી હતી.
ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે અંબાજી ખાતે કેશાજી ઠાકોરની ભીડ થાબડી છે તેને રાજકીય નિષ્ણાતો દિયોદરમાં ટિકિટ પાકી હોવાનો સંકેત માની રહ્યા છે. આ વિડીયો હાલમાં તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હવે દિયોદર બેઠક ઉપર જે 24 દાવેદારોએ પોતાના નામ ભાજપ માં ઉચ્ચ કક્ષાએ મોકલ્યા છે તેઓને કદાચ ચિંતા થઈ રહી હોય તેવું લાગે છે.
આ પણ વાંચો : પાલનપુર : કલેકટર કચેરીના દરવાજા આગળ ભુવો પડતાં વાહનોની અવર-જવર બંધ