ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : ડીસામાં પ્રવીણ માળીની ભવ્ય વિજય યાત્રા, લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનો કોંગ્રેસનો ઉમેદવાર સંજય રબારી સામે ભવ્ય વિજય થયો છે. આ બેઠક ઉપર ચાર પંખીઓ ચૂંટણી જંગ ખેલાયો હતો. અહીંયાથી અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર અને આપ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશ પટેલ પણ ચૂંટણી જંગમાં હતા. આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીને 98006 મત મળ્યા હતા.

જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારીને 95359 મત મળ્યા હતા. જેથી પ્રવીણ માળી નો 42,647 મતની જંગી લીડ થી વિજય થયો હતો. જ્યારે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરને 45058 મત મળ્યા હતા. પ્રવીણ માળીની ભવ્ય જીત થતા હાઇવે ઉપર બપોરથી જ લોકોના ટોળા એકઠા થવા માંડ્યા હતા. લોકો હાથમાં ભાજપનો ઝંડો લઈને ડીજે ના તાલે ઝૂમી ઊઠ્યા હતા. હાઇવે ના રાજમંદિર ચાર રસ્તા થી લઇને ભોયણ સુધીના બંને માર્ગો ઉપર લોકો પ્રવીણ માળીને આવકારવા માટે આતુરતાથી મોડી સાંજ સુધી રાહ જોતા ઉભા રહ્યા હતા.જ્યારે મોડી સાંજે 6:30 કલાકે પ્રવીણ માળી આવતા લોકોએ ચિચીરીઓઓ પાડીને વિજય ઉત્સવોના માહોલમાં વધારો કર્યો હતો. પ્રવીણ માળીએ લોકોનું અભિનંદન ઝીલ્યું હતું. તેમની વિજય યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળી ત્યારે આજુબાજુ રોડ પર ઉભેલા લોકોએ તેમને હાથ ઊંચા કરીને અભિનંદન આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : ભાજપના જીતેલા નેતાઓએ કેટલી માર્જીનથી જીત મેળવી ? જાણો અહીં

Back to top button