ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ધરાવાયો, ભક્તોમાં ખુશીનો માહોલ

પાલનપુર  : શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માઈભક્તોની માગ સ્વીકારી લેવામાં આવ્યા બાદ હિન્દુ સંગઠનોએ માં અંબાને મોહનથાળ નો પ્રસાદ ધરાવીને ભક્તોને વિતરણ કર્યો હતો. દાંતાના રાજવી પરમવીરસિંહજી દ્વારા માતાજીના શિખરે ધજા ચડાવવા આવી હતી. ત્યારે અંબે માતા ની જય ના જય ઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.જયારે બહેનોએ ચાચર ચોકમાં માતાજીના ગરબા ગાય હતા.

મંદિર ટ્રસ્ટ સાથે સરકારની બેઠક બાદ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાતથી જ મંદિરની ગાદીમાં મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારે પણ મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ છે અને બપોરે માતાજીને પ્રસાદ ધરાવ્યા બાદ તે ભક્તોને પ્રસાદ આપવા આવ્યો હતો. અંબાજીમાં મોહનથાળ શરૂ કરવામાં આવતા હિન્દુ રક્ષા સમિતિ દ્વારા અને ગ્રામજનો દ્વારા ખુશી મનાવવામાં આવી હતી. ખાસ બાબત છે કે, અંબાજી મંદિરની ગાદીમાં વર્ષોથી મોહનથાળ લાકડા ઉપર જ બને છે, આ માટે ગેસનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ માટે બનાસ ડેરીનું ઘી, અમુલ દૂધ, ખાંડ અને બેસણનું મિશ્રણ કરી વર્ષોથી મોહનથાળ બનાવવામાં આવે છે. તેમ ભટ્ટજી ભરતભાઈ પાધ્યા એ જણાવ્યું હતું.

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માઈભક્તોની માગ સ્વીકારી લેવામાં આવ્યા બાદ હિન્દુ સંગઠનોએ માં અંબાને મોહનથાળ નો પ્રસાદ ધરાવીને ભક્તોને વિતરણ કર્યો હતો. દાંતાના રાજવી પરમવીરસિંહજી દ્વારા માતાજીના શિખરે ધજા ચડાવવા આવી હતી. ત્યારે અંબે માતા ની જય ના જય ઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

જયારે બહેનોએ ચાચર ચોકમાં માતાજીના ગરબા ગાય હતા. મંદિર ટ્રસ્ટ સાથે સરકારની બેઠક બાદ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાતથી જ મંદિરની ગાદીમાં મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારે પણ મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ છે અને બપોરે માતાજીને પ્રસાદ ધરાવ્યા બાદ તે ભક્તોને પ્રસાદ આપવા આવ્યો હતો. અંબાજીમાં મોહનથાળ શરૂ કરવામાં આવતા હિન્દુ રક્ષા સમિતિ દ્વારા અને ગ્રામજનો દ્વારા ખુશી મનાવવામાં આવી હતી. ખાસ બાબત છે કે, અંબાજી મંદિરની ગાદીમાં વર્ષોથી મોહનથાળ લાકડા ઉપર જ બને છે, આ માટે ગેસનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ માટે બનાસ ડેરીનું ઘી, અમુલ દૂધ, ખાંડ અને બેસણનું મિશ્રણ કરી વર્ષોથી મોહનથાળ બનાવવામાં આવે છે. તેમ ભટ્ટજી ભરતભાઈ પાધ્યા એ જણાવ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના થેરવાડા ગામની આંગણવાડી જર્જરીત, બાળકોના માથે ભમતું મોત

Back to top button