પાલનપુર : વીજ કંપનીના રૂ. 2.60 કરોડ ના ભરતા ધાનેરા પાલિકાનું વીજ કનેક્શન કપાયું, જનરેટર ની મદદ લેવાઈ


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાનું વીજ કંપનીને આપવાનું બાકી બિલ રૂ.2.60 કરોડ પાલિકાએ ના ભરતા વીજ કંપની કચેરી દ્વારા પાલિકા કચેરી નું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
પાલિકા ઓફિસમાં કોમ્પ્યુટરની કામગીરી ખરંભાઈ હતી
જેના કારણે પાલિકા કચેરીની તમામ શાખાઓમાં થતી કોમ્પ્યુટરની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. અને રોજિંદી કામગીરી ઉપર અસર પડી હતી. જ્યારે શહેરમાંથી વિવિધ કામ માટે પાલિકા કચેરીમાં આવતા અરજદારોના કામોને પણ અસર પહોંચી હતી. જેને લઈને લોકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો પડી રહ્યો છે. રૂપિયા 2.60 કરોડ જેટલું વીજબિલ પાલિકા એ ના ભરતા વીજ કંપનીએ આ કાર્યવાહી કરી હતી. જોકે સોમવારે ઓફિસ ખુલતા જ પાલિકા કચેરી દ્વારા જનરેટર લાવીને કચેરી પૂરતો વીજ સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો. તેના કારણે હવે જનરેટરમાં વપરાતા ડીઝલનો વધારાનો ખર્ચ શહેરીજનો ના માથે વધારાનો બોજ પડશે.
જો વહેલાસર પાલિકાનું વીજ કનેક્શન જોડાશે નહીં તો આગામી દિવસોમાં શહેરના પાણી સપ્લાય કરતા પાણીના બોર ઉપર પણ અસર થઈ શકે છે. જો કે પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે કે, વીજ કંપની સાથે વાટાઘાટો ચાલી રહી છે, અને રૂપિયા 2.60 કરોડના વીજબિલ માટે ભરવાની થતી રકમના કેટલા હપ્તા અને કેવી રીતે ભરવા તે અંગેની હાલમાં ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો :દિલ્લી-મુંબઈ હાઇવે પર અકસ્માત : ચાર વ્યક્તિના મોત