પાલનપુર : પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ કરતા પોસ્ટર લાગ્યા
પાલનપુર : પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ ને કોટ અંદરના વિસ્તારમાં આવેલા છુવારાફળી વિસ્તારમાં પ્રવેશ ન કરવા લોકોએ પોસ્ટર લગાવ્યા છે. જો આવશો તો અપમાન માટે તમે જવાબદાર રહેશો તેવું પણ પોસ્ટરમાં જણાવી દીધુ છે.
પાલનપુર શહેરમાં કોટ અંદર છુવારાફળી વિસ્તાર આવેલો છે. અહીંયા મુખ્યત્વે લઘુમતી સમાજનો વસવાટ છે. ત્યારે આ વિસ્તારના લોકો રોડ, રસ્તા, ગટર અને સફાઈ ના મુદ્દે ત્રાસી ગયા છે.
છુવારાફળીના લોકોએ વોટ માંગવા પ્રવેશ ન કરવા જણાવી દીધું
જેમને કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલને આ સમસ્યાઓને લઈને પોસ્ટર લગાવી પ્રશ્નો પૂછ્યા છે. જેમાં છેલ્લા દસ વર્ષમાં છુવારાફળીની કેટલી વાર મુલાકાત લીધી. આ વિસ્તારના કોર્પોરેટરે નગરપાલિકામાં રજૂઆત કરી ત્યારે કેટલી વાર તેમની સાથે ઉભા રહ્યા. શિક્ષણને લગતા પ્રશ્નો અંગે કેટલી વાર ઉત્સુકતા બતાવી.
સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ માટે અમારા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે કેટલી વાર મુલાકાત લીધી. આવા અનેક પ્રશ્નોને લઈને ધારાસભ્યને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોએ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલને છુવારાફળીમાં વોટ માગવા પ્રવેશ કરવો નહીં તેમ જણાવી દીધુ છે. અને આ દરમિયાન અપમાન થશે તો તમે પોતે જવાબદાર રહેશો તેમ પણ રોષ સાથે જણાવ્યું છે. આમ કેટલાક વિસ્તારોમાં ધારાસભ્યની સામે હવે વિધાનસભાની ચૂંટણી અગાઉ જ નારાજગીના સૂર ઉઠવા માંડ્યા છે.
આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસને હારથી નહિ પણ આ ઉમેદવારોનો લાગી રહ્યો છે “ડર”