પાલનપુર : ભીલડી જુમ્મા મસ્જિદ ખાતે પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી
પાલનપુર : ડીસા તાલુકાના ભીલડી ખાતે ભીલડી જુમ્મા મસ્જિમાં ભીલડી પી. એસ. આઈ. ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ભીલડી પીએસઆઈ આર. એમ. ચાવડા એ જણાવ્યું કે, રમઝાન માસ એ પવિત્ર માસ ગણાય છે. આ મહિનામાં તમે નમાઝ રોઝા , જકાત સહિત ના દરેક પવિત્ર કામો કરી પાંચ ટાઇમની નમાઝ પઢી અલ્લાહની બંદગી કરો છો. તેમાં ખાસ દેશમાં કોમી એકતા કાયમી જળવાઈ રહે તેવી દુઆ કરવા જણાવ્યું હતું. અને ભીલડી માં હિન્દુ મુસ્લિમો સાથે મળી ને દરેક તેહવારો ઉજવો તેવી આશા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં જૂની ભીલડી સરપંચ મનુભાઈ જોશી , એફ. એમ. મોગલ, મુનશીભાઈ કાછેલા, નસરુદ્દીન મોગલ, સાદિકભાઈ કાછેલા , સમસુભાઈ સહિત વગેરે મોટી સખ્યમાં લોકો હાજર રહ્યા હતા. અને ગામ લોકોએ હાજરી આપી તે બદલ ભીલડી પી એસ આઈ એ આભાર વ્યક્ત કર્યો હતો.
ડીસાના છ વર્ષના હસને રોઝુ રાખી કરી બંદગી
ડીસા બડાપુરા ખાતે રહેતા અને જી ઈ બી માં ફરજ બજાવતા સોલંકી અબ્દુલ કાદિર મૂજફ્ફ્રરભાઈ ના સુપુત્ર મોહમ્મદ હસને રમઝાન માસનું ત્રીજું રોજુ રાખી સતત ૧૪ કલાક ભૂખ્યા તરસ્યામાં રહી પાચ ટાઈમ નમાઝ પઢી અલ્લાહ ની બંદગી કરી હતી. છ વર્ષના હસને રોઝૂ રાખતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી, અને અલ્લાહનો શુક્ર અદા કર્યો હતો. જ્યારે દાદા મુજફ્ફર હુસેન તથા દાદી ઝેબુંન નિશા બેને હસનને ફૂલહાર કરી મોઢું મીઠું કરાવી રોઝું ખોલાવ્યું હતું. જ્યારે પિતા અબ્દુલકાદિરે હસન ને ગિફ્ટ આપી મુબારકબાદી આપી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમની સંખ્યા વધી