ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : એલસીબી પોલીસ કોન્સટેબલના નિધનથી દુઃખની ઘડીમાં પરિવારની પડખે પોલીસ પરીવાર


પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા અને વાવ તાલુકાના ભરતભાઈ અરજણપુરા ગામના લાલજીભાઈ ચૌધરીનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા શુક્રવારે તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપી હતી.
એસ.પી. અક્ષયરાજ મકવાણાએ પોલીસ પરિવાર વતી રૂ. 11.62 લાખની કરી સહાય
તેમજ તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપી હતી. બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણાનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો :પાલનપુર: માં અર્બુદા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે 2 લાખ ભાવિકોએ કર્યા દર્શન