ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં આર્થિક સધ્ધરતા ધરાવતા લોકોને સરકારી રેશન મળશે નહીં

Text To Speech
  • ડીસા મામલતદારએ આર્થિક સધ્ધરતા ધરાવતા લોકોને સ્વેચ્છાએ નામ કમી કરાવવા અપીલ કરી
  • પાછળથી તપાસ થશે તો ફોજદારી કાર્યવાહીની પણ ચીમકી

પાલનપુર : રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ મારફતે વિતરણ કરવામાં આવતું અનાજ આર્થિક સધ્ધરતા ધરાવતા અનેક કાર્ડ ધારકો પણ લેતા હોય આવા કાર્ડ ધારકોને સ્વેચ્છાએ પોતાનું નામ કમી કરાવવા ડીસા ગ્રામ્ય મામલતદાર એ જાહેર અપીલ કરી છે અને જો તપાસ બાદ આવા કાર્ડ ધારકો જણાશે તો તેઓની સામે ફોજદારી રહે કાર્યવાહી કરાશે.

ગરીબો માટે વિતરણ કરાતું અનાજ આર્થિક સધ્ધરતાના ધોરણોમાં આવતા હોય તેવા પરિવારો પણ લેતા હોવાની અનેક રજૂઆતો ડીસા મામલતદારને મળી હતી. જેથી મામલતદારએ આર્થિક સદ્ધરતા ના ધોરણ જેવા કે,ચાર પૈડાનું વાહન ધરાવતા હોય, કુટુંબમાં કોઈ સરકારી નોકરી હોય, કુટુંબમાં કોઈ પેન્શન ધારક હોય, કુટુંબના કોઈ સભ્યની માસિક આવક રૂપિયા ૧૫ હજારથી વધુ હોય, કુટુંબનો કોઈ સભ્ય ઇન્કમટેક્સ રિટર્ન કે વ્યવસાય વેરો ચૂકવતો હોય, કુટુંબ પાંચ એકર થી વધુ બે સિઝનથી વધુ વાવેતર વાળી પિયત જમીન ધરાવતું હોય તેમજ કુટુંબ આર્થિક સુખાકારી સદ્ધરતા ધરાવતું હોય તેવા લોકોએ પોતાના રેશનકાર્ડ એનએફએસએ યોજનામાંથી કમી કરાવી દેવા મામલતદાર એ અપીલ કરી છે. અપીલમાં મામલતદાર એ જણાવ્યું છે કે, જો આમ કરવામાં કાર્ડ ધારક ચૂક કરશે તો તારીખ 16 એપ્રિલ પછી તપાસરૂપે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં આવા આર્થિક સુખાકારી ધરાવતા કાર્ડ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેઓએ પાત્રતા ન ધરાવતા હોવા છતાં લીધેલા અનાજની નાણાકીય વસુલાત પણ કરવામાં આવશે. મામલતદાર એ આ અપીલનો પરિપત્ર સમગ્ર તાલુકાના રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી તેમજ સંબંધિત રેશનીંગની દુકાન ધારાકોને કરી લોકોને જાગૃત કરવા પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : પાલનપુર : અંબાજી, ધાનેરા, ડીસાપંથકમાં કમોસમી વરસાદ

Back to top button