ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: અંબાજી ખાતે 51 શક્તિપીઠની પરિક્રમા : લાખો શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને લઈને તંત્રની તૈયારીઓ પૂર્ણ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠની પરિક્રમા યોજાનાર છે. તારીખ 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ગબ્બર ખાતે 51 શક્તિપીઠની પરિક્રમા યોજાશે. જેમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને લઈને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

12 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પરિક્રમા

પરિક્રમા-humdekhengenews

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર 51 શક્તિપીઠ ની પરિક્રમા ને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી દેવ સ્થાન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી છે. જેમાં 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજનાના પરિક્રમા વ્યવસ્થાના ભાગરૂપે 23 કમિટીઓની રચના કરાઈ છે. આરોગ્ય, પાણી, સફાઈ અને કાયદો વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તેવા પ્રયત્નો કર્યા છે. વહીવટી તંત્ર દ્વારા પાંચ શક્તિ રથ પણ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં રવાના કરાયા છે. જે લોકોને શક્તિપીઠની પરિક્રમા માં આવવાનું આમંત્રણ આપશે. 48 મંદિર સહિત ત્રણ ગુફાની 51 શક્તિપીઠની પરિક્રમામાં 20 સંકુલમાં અલગ અલગ રાજ્ય વાઇઝ સંકુલો ઉભા કરાયા છે.

વ્યવસ્થાના ભાગરૂપે 23 કમિટીઓની કરાઈ રચના

જેમાં પણ શક્તિપીઠની પરિક્રમામાં પાણી, મેડિકલની 10 ટિમો સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. 12 ફેબ્રુઆરી ના રોજ સવારે 08:00 વાગ્યા થી આ પરિક્રમાની શરૂઆત થશે. જ્યારે આ શક્તિપીઠના પાંચ દિવસ દરમિયાન તમામ સાંસ્કૃતિક કાર્યક્રમ અને શોભાયાત્રા યોજાશે. જ્યારે શક્તિપીઠના તમામ સ્થળો પર પાંચ દિવસ નિયમિત યજ્ઞ થશે. 200થી વધુ સંગઠનો સાથે વહીવટી તંત્રએ બેઠક કરી છે. ગત વર્ષે છ લાખ લોકોએ શક્તિપીઠની પરિક્રમા કરી હતી. ત્યારે આ વર્ષે 15 લાખથી પણ વધુ લોકો શક્તિપીઠની પરિક્રમા કરે તેવી શક્યતાઓ છે.

સુરક્ષા માટે પોલીસ 24 કલાક ફરજ પર તૈનાત

શ્રદ્ધાળુની સુરક્ષાના ભાગરૂપે પોલીસ પણ 24 કલાક ફરજ બજાવશે. જોકે આ જંગલ વિસ્તાર હોવાથી પોલીસનું સતત પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને પ્રાઇવેટ વાહનો લઈને શક્તિપીઠની પરિક્રમા કરવા આવનાર શ્રદ્ધાળુને પણ નજીક પાર્કિંગ થાય તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. 15 જેટલી મીની બસ શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા રહેશે. જ્યારે પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક કંટ્રોલ રૂમ પણ ઉભો કરાયો છે. જેથી લઈને શ્રદ્ધાળુઓ સુરક્ષિત દર્શન કરી શકે તેવી આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.

આ પણ વાંચો :પાલનપુર: ડીસા તાલુકાની યોજાઇ સંકલન બેઠક, ઉનાળામાં પાણીના પ્રશ્નની થઈ ચર્ચા

Back to top button