પાલનપુર : ભાભરના કરેલાની કસ્તુરબા કન્યા વિદ્યાલયને મર્જ કરવાના મુદ્દે વાલીઓ લાલઘૂમ
- સરકારે અન્ય ગામમાં શાળા મર્જ કરવાનો પરિપત્ર કર્યો હોવાનો વાલીઓનો આક્ષેપ
- ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તંત્રને રજૂઆત કરી
પાલનપુર : સરકાર દ્વારા એક તરફ કન્યા કેળવણી માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, બીજી તરફ જે શાળામાં શૈક્ષણિક કાર્ય હાલમાં ચાલી રહ્યું છે, તે શાળાને બીજા ગામમાં મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. આ પ્રકારના નિર્ણયનો બનાસકાંઠા જિલ્લાની કરેલા શાળા માટે થતા વાલીઓ ચિંતિત બન્યા હતા. અને રોષે ભરાયા હતા. આ વાલીઓએ શાળામાં આવીને પરિપત્રના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
આ અંગેની હકીકત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં કરેલા ખાતે સરકાર દ્વારા ચાલતી કસ્તુરબા કન્યા વિદ્યાલય માં ધોરણ છ થી આઠ 200 જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં જે દીકરી ના ઘર ગામથી દૂર હોય અને તેમને અધવચ્ચેથી અભ્યાસ છોડવા ન પડે તે માટે પ્રવેશ આપીને હોસ્ટેલમાં રાખવામાં આવે છે. આમ કસ્તુરબા કન્યા હોસ્ટેલમાં રહીને તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. પરંતુ સરકાર દ્વારા આ શાળાને અન્ય ગામમાં મર્જ કરવાનો નિર્ણય કરાયો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. પરિણામે દીકરીઓને બીજા ગામમાં અભ્યાસ માટે જવું પડે તેમ છે.જેથી વાલીઓ આ નિર્ણયને લઈ શુક્રવારે કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં દોડી આવ્યા હતા અને પરિપત્ર નો વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો હતો.
પાલનપુર : ભાભરના કરેલાની કસ્તુરબા કન્યા વિદ્યાલયને મર્જ કરવાના મુદ્દે વાલીઓ લાલઘૂમ
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તંત્રને રજૂઆત કરી #banaskantha #news #Newsnight #Gujarat #GenibenThakor #GujaratiNews #humdekhengenews pic.twitter.com/sZ6HYXlm4X— Hum Dekhenge News (@humdekhengenews) January 20, 2023
આ અંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ શાળા ખાતે આવ્યા હતા. જેમને વહીવટી તંત્ર સાથે આ મુદ્દે વાત કરી હતી. અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોતા દીકરીઓની સલામતી નો પણ પ્રશ્ન ઉદ્ભવે તેમ છે તેવું તેમણે જણાવ્યું હતું. જ્યારે શાળામાં પૂરતી સંખ્યા છે. જેથી શાળાને મર્જ કરવાના નિર્ણય અંગે પણ ફેરવિચારણા કરવી જોઈએ, તેવું ધ્યાન દોર્યું હતું. જેના પગલે આગામી જૂન માસ સુધી અભ્યાસકાર્ય ચાલુ રહેશે તેવી તંત્ર દ્વારા બાંહેધરી અપાતા હાલ પૂરતા નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠાની ચકચારી ઘટના : ડીસાની પરિણીતાને રાજસ્થાનમાં વેચી દુષ્કર્મ આચર્યું