પાલનપુર: રખડતા પશુથી વધુ એક યુવક ઘાયલ, પાલિકાની બેદરકારથી લોકોમાં રોષ


પાલનપુર, હનુમાન ટેકરી પાસે રખડતા ઢોરની અડફેટે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતા પશુઓને લઈ અનેક લોકોને ઇજા પહોંચી છે. જેમાં શનિવારે હનુમાન ટેકરી નજીક એક બાઈક સવારને રસ્તામાં ઉભેલા ઢોરોએ અડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતાં પશુઓનો કારણે અનેક વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ફરતા પશુઓના કારણે અનેકવાર રાહદારીઓ તેમજ કેટલાય વાહનચાલકોને ઈજાઓ પહોંચતી હોય છે. નગર પાલિકાની બેદરકારીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે શનિવારે પાલનપુર હનુમાન ટેકરી નજીક આવી ઘટના બની છે. જેમાં એક બાઈક સવાર હાઇવે પર થી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન ફરતા પશુઓએ બાઈક ચાલક યુવકને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે આજુબાજુના લોકો દોડી આવી બાઈક સવાર યુવક ઈજાગ્રસ્તને સરવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ પ્રકારે બનતી ઘટનાઓને લઈને શહેરીજનોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે.