ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં કરાયું ઘટ સ્થાપન

Text To Speech

પાલનપુર: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે. આજથી સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં સવારે મા અંબાની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીના વાઘ પાસે ભટ્ટજી મહારાજની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરના વહીવટદાર ચૈત્રઘટ સ્થાપન વિધિમાં બેસ્યા હતા.

કોટેશ્વર નદીનું જળ લવાયું, શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી જવેરા સ્થાપન

ચૈત્રી નવરાત્રી-humdekhengenews

 

ચૈત્રી નવરાત્રી-humdekhengenews

કોટેશ્વર નદીનું જળ લાવીને જવેરા સ્થાપન વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવી હતી. આજે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર દેશમાં 22 માર્ચથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આજે (બુધવારે) શક્તિપીઠ અંબાજી મંદિરમાં વહેલી સવારથી માઇ ભકતો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

ચૈત્રી નવરાત્રી-humdekhengenews

ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિર ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં માંના ભક્તો અંબાજી મંદિર ખાતે મા અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા.અંબાજી મંદિરમાં વર્ષોની પ્રણાલિકા પ્રમાણે અંબાજી મંદિરના વાઘ પાસે ઘટ સ્થાપન વિધિ યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને વિદ્વાન બ્રાહ્મણો આ વિધિમાં જોડાયા હતા. આ સાથે અંબાજી મંદિર ના વહીવટદાર સિધ્ધી વર્મા અને મંદિર કર્મચારી હાજર રહ્યા હતા.

ચૈત્રી નવરાત્રી-humdekhengenews

માં અંબાની આરતી પણ કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજની વિધિમાં અંબાજી મંદિર ના વહીવટદાર સિધ્ધી વર્મા, ભટ્ટજી મહારાજ , હિસાબી અધિકારી, ટેમ્પલ ઇન્સ્પેક્ટર સહિત હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :ગુજરાતઃ આ મહિલા IASના એક પગલાથી છોટાઉદેપુરની હજારો મહિલાઓનું જીવન બદલાશે

Back to top button