પાલનપુર : ઉત્તરાયણના દિવસે મોદી પરિવારે સાત ધાનનો ખીચડો બનાવી જાળવી પરંપરા
- પરિવાર આસપાસના પાડોશીને પ્રસાદ રૂપે ખીચડો વહેંચે છે
પાલનપુર : પાલનપુરમાં ટીવી કેન્દ્ર નજીક રહેતા મોદી પરિવારના મોભી નટુભાઈ મોદી તેમના પરિવારના પરંપરા જાળવી મકરસંક્રાંતિ ના દિવસે આયુર્વેદિક ગણાતો સાત ઘાનનો ખીચડો આ પરિવાર તલના તેલનો બનાવતા આવ્યા છે. ફક્ત તેમના પરિવાર અને આસપાસ પાડોશી ને પ્રસાદ રૂપે આપી આજેપણ તેમની બાપદાદા સમયની પરંપરા જાળવી છે. આ પરિવારના કહેવા મુજબ “અમે લાકડાના ચૂલામાં સવારે ઉત્તરાયણના દિવસે બનાવીએ છીએ. જેમાં જુવાર, ઘઉં દેશી ચણા, ચોખા, બંટી, મગ અને મઠ તેમજ અન્ય મસાલો નાખીને ગરમાગરમ તૈયાર કરી તલનું તેલ નાખી અમે આ પૌષ્ટિક આહાર તૈયાર કરીએ છીએ.અને આ ખીચડાનો અમારો પરિવાર દર વર્ષે ઉત્તરાયણના દિવસે મજા માણે છે. પછી જ અમે પતંગ ચગાવવા ધાબે ચડીએ છીએ. જેને લઈને સૂર્યના કિરણ અને કસરત બંનેને કુદરતી શારીરિક ફાયદો થાય છે. આજદિન સુધી અમારા પરિવારના સભ્યથી તાવ, માથું કે ડાયાબિટીસ જેવા રોગો દૂર રહ્યા છે. જેનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ બતાવેલો છે. આ ખીચડામાં પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ભરપૂર હોય છે. જેને લઈને આ શિયાળામાં ભરપૂર ફાયદો કરે છે.” આ પરિવાર બ્રાહ્મણોને પ્રથમ આપી પછી જ પરિવાર આ ખીચડો ગ્રહણ કરે છે.
આ પણ વાંચો : તંત્રએ લીધો મોટો નિર્ણય, અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં નહિ પી શકો ચા