ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : એરોમા સર્કલ ઉપર હવે રૂ. 24 લાખના ખર્ચે સિગ્નલ લગાવાશે


પાલનપુર : અમદાવાદ-દિલ્હી હાઇવે માર્ગ પર પાલનપુર શહેરના એરોમા સર્કલ ઉપર વર્ષોથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાહનોની મોટા પ્રમાણમાં અવર-જવર રહેતી હોઇ તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના લોકો ભારે હલાકીઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. અને ધરણાં નો કાર્યકમ પણ યોજ્યો હતો. ત્યારબાદ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.
જેના પગલે હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 24 લાખના ખર્ચે એરોમા સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં વાહનોના ટ્રાફિકનું નિયંત્રણ થશે. જેને લઈને આ સમસ્યાનું મહદઅંશે નિવારણ થશે તેવો આશાવાદ પાલનપુરના શહેરીજનો સેવી રહ્યા છે.
આ પણ વાંચો: ડીસામાં વઘુ એક લવજેહાદનો કિસ્સો આવ્યો સામે…