ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : ડીસા કોલેજના NSSના વિદ્યાર્થીઓની સિદ્ધિ
- પર્યાવરણ આધારિત ફોટોગ્રાફી, રાષ્ટ્રીય એકતા સ્પર્ધામાં વિજયી બન્યા.
પાલનપુર : નહેરુ યુવા કેન્દ્ર, પાલનપુર દ્વારા જિલ્લાકક્ષાના યુવા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાની ડી. એન. પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન. એસ. એસ. ના સ્વયંસેવક કલ્પેશ ડાહ્યાભાઈ પ્રજાપતિએ પર્યાવરણ આધારિત ફોટોગ્રાફી સ્પર્ધામાં તૃતીય ક્રમ તથા દશરથભાઈ તલાભાઈ મકવાણાએ રાષ્ટ્રીય એકતા વિષય પરના યુવા સંવાદમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું.
બંને વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટી. ટ્રોફી તથા રૂપિયા 500 નો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિ બદલ કોલેજના નિયામક છગનભાઇ પટેલ, આચાર્ય રાજુભાઈ રબારી તથા એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગળના રાઉન્ડમાં રાજ્યકક્ષાની હરીફાઈ માં પણ તેમને સિદ્ધિ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.