પાલનપુર : ડીસા કોલેજના એન.એસ.એસ. ના ખાસ વાર્ષિક શિબિરનું સમાપન, વિવિધ કાર્યક્રમ યોજાયા
પાલનપુર: ડીસાની ડી.એનપી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ખાસ વાર્ષિક શિબિરનો સમાપન કાર્યક્રમ તારીખ 7 જાન્યુઆરી 2023ના રોજ નાની ભાખરની મોઢારૂગઢ પ્રાથમિક શાળામાં યોજાયો હતો. સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કેમ્પસ નિયામક છગનભાઇ પટેલે સાત દિવસની સુંદર કામગીરી બદલ પ્રોગ્રામ ઓફિસર ડો તૃપ્તિ પટેલ, સ્વયંસેવક ભાઈ -બહેનો તેમજ સહયોગી પ્રાધ્યાપકોને અભિનંદન આપ્યા હતા.
1લી જાન્યુઆરીથી 7જાન્યુઆરી દરમિયાન આયોજિત આ શિબિરમાં પર્યાવરણ જાળવણી, બાળવાર્તાઓ, બોધકથાઓ, વ્યસનમુક્તિ, મહિલા શિક્ષણ,, સ્ત્રી શિક્ષણ સર્વે, લોકસંપર્ક, સફાઈ અભિયાન, યોગ અને પ્રણાયામનું મહત્વ, શિક્ષણક્ષેત્રે કોમ્પ્યુટરનું મહત્વ, વિજ્ઞાન વિષયક ફિલ્મ નિદર્શન, માર્ગ સલામતી,અંધશ્રદ્ધા નિવારણ, સ્થાનિક ઇતિહાસની જાણકારી તથા ટ્રેકિંગ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં રિસોર્સ પર્સન તરીકે ડો. નવીનભાઈ શાહ, કે. આર. ગઢવી, ખુશાલભાઈ, પ્રિ. હિતેશભાઈ મૈઢ, પ્રિ. આનંદભાઈ સોની, ડો. મિતલ વેકરિયા, પ્રો. સેજલ પટેલ ડો શોભરાજ કોટક આદીએ સેવાઓ આપી હતી.
આ સાત દિવસ દરમિયાન ડો. મિતલ વેકરિયા, પ્રો. નવનીત રાણા, પ્રો. પ્રિતુ વસાવા, પ્રો. વિશ્વાસ પ્રજાપતિ, પ્રો. અવિનાશ ચૌધરી, પ્રો. નંદુભાઈ, પ્રો. સેજલ પટેલ, પ્રો. મહેશભાઈ તથા ક્લાર્ક વિષ્ણુભાઈ નાઈ એ સહયોગ આપ્યો હતો. તેમજ મોઢરૂગઢના આચાર્ય વિનિતાબેન પ્રજાપતિ અને તેમનો સ્ટાફ ગામના દૂધ મંડળીના મંત્રી બાબુસિંહજી, મંડપ ડેકોરેશનના અશોકભાઈ, અશ્વિન વાઘેલા, તાલુકા ડેલીકેટ દિલીપસિંહ, સરપંચ કીર્તિસિંહ, ઉપસરપંચ ગમાનસિંહ અધ્યક્ષ વનરાજસિંહ તેમજ ગ્રામજનોનો પણ ખૂબ સહયોગ મળ્યો હતો. સ્વયંસેવકોની ઉત્તમ કામગીરીને આચાર્ય રાજુભાઇ રબારીએ બિરદાવી હતી.
આ પણ વાંચો :ગુજરાતમાં સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન, જાણો કોની થઇ બઢતી