ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: હવે…. ડીસામાં જાહેર માર્ગ ઉપર ઘાસ નહિ વેચી શકાય

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગો પર કેટલાક લોકો ઘાસનું વેચાણ કરતા જોવા મળે છે. અને ખુલ્લામાં ઘાસ નાખે છે. જેને લઈને પશુઓ ત્યાં ભેગા થઈ જાય છે. પરિણામે વાહન લઈને જતા વાહનચાલકો અને નાગરિકો માટે અડચણરૂપ બની રહ્યું હતું. તેમજ અકસ્માતની ઘટનાઓ પણ સર્જાતી હતી. માર્ગો ઉપર ઘાસ નાખવાના કારણે પશુઓના ઝુંડ રસ્તા વચ્ચે બેસી જતા હોવાથી ઘણીવાર ટ્રાફિકના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા.

ડીસા નાયબ કલેકટરે ફરમાવ્યો પ્રતિબંધ

જેને લઇને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે રખડતા ઢોરો ઉપર નિયંત્રણ આવે અને ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત ના થાય તે માટે નાયબ કલેકટર કચેરીને હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જેના પગલે ડીસા નાયબ કલેકટર કુમારી એન. એચ. પંચાલે જાહેર માર્ગો પર ઘાસ નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

ઘાસનું વેચાણ-humdekhengenews

ઘાસચારો વેચનાર સામે પોલીસ કરશે કાર્યવાહી

આ હુકમ નો અનાદર કરનાર વ્યક્તિ સામે આઇ.પી.સી. 1860 ની કલમ 188 મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ જાહેરનામું 1 માર્ચ ’23 થી 30 એપ્રિલ’23 સુધી અમલમાં રહેશે.

કયા માર્ગો ઉપર પ્રતિબંધ ફરમાવાયો

1. સ્પોર્ટ્સ ક્લબથી શિવનગર રામાપીર મંદિર સુધી
2. અંબિકા ચોક રોડથી લાયન્સ હોલ સુધી
3. એસ.સી. ડબલ્યુ. હાઈસ્કૂલ થી અંબિકા ચોક સુધી
4. જુના બસ સ્ટેશનથી ગાયત્રી મંદિર સુધી
5. દિપક હોટલથી જી.જી. વિદ્યા સંકુલ ડીસા સુધી
6. રેલવે સ્ટેશન ચાર રસ્તા થી એપીએમસી રોડ સુધી
7. ત્રણ હનુમાન મંદિરથી ઇન્દિરા નગર સુધી
8. રામાપીર મંદિરથી પિંક સીટી સુધી
9. લાઠી બજાર વિસ્તાર
10. રિસાલા ચોક
11. સરદાર બાગથી રેલ્વે સ્ટેશન સુધી
12. રાજમંદિર થી રિલાયન્સ પેટ્રોલ પંપની બંને સાઈડ સર્વિસ રોડ ઉપર

Back to top button