ઉત્તર ગુજરાતગુજરાત

લમ્પી વાયરસને પગલે પાલનપુર પાલિકા એક્શનમાં, પશુઓમાં વાઇરસને ફેલાતો અટકાવવા પશુપાલકો સાથે બેઠક

Text To Speech

પાલનપુર.પશુઓમાં આવેલ લમ્પી વાઇરસ ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પાલનપુર નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલના અધ્યક્ષસ્થાને માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી. લમ્પી સ્કીન ડીસીઝને ફેલાતો અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં પશુપાલકોને અપીલ કરવામાં આવી કે જો તેમના પશુધનને લમ્પી વાઇરસની અસર હોય તો તે પશુને સત્વરે સારવાર અપાવવી. બીજા પશુથી અલગ રાખવું અને ચરવા માટે ખુલ્લું ન છોડવું. જેથી અન્ય પશુમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય.

પશુપાલકો સાથે બેઠક

આ રોગગ્રસ્ત વિસ્તારોમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, માખી – મચ્છર અને ઇતરડીના ઉપદ્રવને અટકાવવા માટે યોગ્ય દવાઓનો છંટકાવ કરવો. પોતાના પશુઓને ઝડપથી રસીકરણ કરવું. અને પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં નગપાલિકા ઉપપ્રમુખ હસમુખ પઢિયાર, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, માલધારી સમાજના આગેવાનો અને પશુપાલન વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button