ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર પાલિકાએ રીઢા બાકીદારોની યાદી કરી તૈયાર, વેરો નહિ ભરનારાની મિલકત થશે સીલ

Text To Speech
  • નોટીસ આપી નળ કનેક્શન કપાશે

પાલનપુર : પાલનપુર શહેરમાં 1 થી 11 વોર્ડ આવેલા છે. જેમાં કેટલાક મિલકત ધારકો દ્વારા સમયસર પાલિકાના વેરા ભરવામાં આવતા નથી.જેના પગલે પાલિકા પ્રમુખ કિરણબેન રાવલ, ઉપપ્રમુખ હસમુખભાઈ પઢીયાર અને ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીની ઉપસ્થિતીમાં પાલિકા પ્રમુખની ચેમ્બરમાં પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં આગામી માર્ચ મહિના સુધીમાં વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવા અને બાકી વેરા હોય તેવા મિલકત ધારકોને નોટિસ આપી વેરા ભરવા તાકીદ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ અંગે પાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી એ જણાવ્યું હતું કે, પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા વ્યક્તિઓના બાકી વેરા કલેક્શન માટે એક ઝુંબેશ ચલાવવા માટે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં રીઢા બાકીદારો ને માર્ચ મહિના પહેલા વેરા ભરવા નોટિસ આપી જાણ કરવામાં આવે તેમ છતાં બાકીદારો દ્વારા વેરા ભરવામાં ન આવે તો તેવા વ્યક્તિઓની યાદી તૈયાર કરી તેમના નળ કનેક્શન કાપી મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.અત્યારે પાલિકા દ્વારા 50% જેટલી વેરા વસુલાત કરવામાં આવી છે.તેમજ બાકી રહેલી 50% જેટલી વેરા વસુલાત માટે આગામી દિવસોમાં ઝુંબેશ હાથ ધરાશે.

આ પણ વાંચો : પાલનપુર : થરામાં સમૂહ લગ્નોત્સવમાં ફૂલ વર્ષા કરવા માટે લવાયેલ હેલિકોપ્ટરને ધક્કો મારતો વિડિયો વાયરલ

Back to top button