પાલનપુર : પાલિકા ભંગાર વેચાણ મામલો, ચીફ ઓફિસરે પ્રાદેશિક કમિશનરને અહેવાલ મોકલી આપતા ધરણાં સમેટાયા
પાલનપુર: નગરપાલિકામાં ભંગારમાં કૌભાંડ મામલે છેલ્લા ચાર દિવસથી વિપક્ષી નેતા ઉપવાસ પર ઉતરી ગયા હતા. પોલીસે એફઆઇઆર ન કરતા સીમલા ગેટ ચોકી સામે જ ધરણા અને ઉપવાસ કરી રહ્યા જતા. જો કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સદસ્યોએ પાલનપુર પાલિકાના ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. ત્યારે ચીફ ઓફિસરે પણ પ્રાદેશિક કમિશનર ગાંધીનગરને અહેવાલ મોકલી આપ્યો હોય તેવી વાત કરી હતી.જેના પગલે ધરણાં સમેટાઈ ગયા હતા.
કૉંગ્રેસના વિપક્ષી નેતા ચાર દિવસથી ઉપવાસ ઉપર હતા
પાલનપુર નગરપાલિકામાં 19 લાખનો ભંગાર બાર લાખમાં વેચી દેવાના ભ્રષ્ટાચાર સામે વિપક્ષના નેતા અંકિતા ઠાકોર એ ન્યાય માટે આંદોલન શરૂ કર્યું હતું. દસ દિવસ અગાઉ પાલનપુર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી અને દોષિતો સામે એફઆઇઆર કરવાની માગણી કરી હતી. જોકે જે તે સમયે પોલીસે ખાતરી આપી હતી પરંતુ દસ દિવસ બાદ પણ કાર્યવાહીના થતા વિપક્ષ સહિત કાર્યકરો છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા હતાં અને પાણીનો પણ ત્યાગ કર્યો હતો.
દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી
આ લડાઈમાં જિલ્લા કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું અને તેઓ પણ પાલનપુર સીમલા ગેટ પોલીસ ચોકી સામે ધરણા પર બેસી ગયા હતા. અને એફઆઇઆર નોંધવાની માંગ કરી હતી. જ્યારે પાલિકામાં ભ્રષ્ટાચારને લઈને જિલ્લા કોંગ્રેસે પાલનપુર પાલિકાના ચીફ ઓફિસરનો ઘેરાવ કરી સૂત્રોચાર સાથે ન્યાયની માંગ કરી હતી. દરમિયાન પાલિકામાં ભ્રષ્ટાચારની રજૂઆત લઈને પોલીસ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જ્યારે ચીફ ઓફિસરે પણ એક ખાનગી રિપોર્ટ તૈયાર કરી અને પ્રાદેશિક કચેરી ગાંધીનગર ને મોકલી આપ્યો છે. આ અંગે ચીફ ઓફિસરે કહ્યું કે આમાં વ્હાલા દવાલા નહિ પરંતુ સત્યની સાથે જ પાલિકા તંત્ર ચાલશે. તેમ જણાવતા ચાર દિવસથી ચાલતા આમરણાંત ઉપવાસનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો :CM ભૂપેશ બઘેલે ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું- ‘…..મગરના આંસુ વહાવવાનું બંધ કરો’