ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં જીઈબી નો માલ ઉઠાવી જનાર કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કરવાની હિલચાલ

Text To Speech
  • કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી ફોજદારી કાર્યવાહી ન કરાતા અધિકારીઓ સામે શંકા

પાલનપુર : ડીસા ઉત્તર ગુજરાત વિજ કંપની ની ઓફિસમાંથી એક કોન્ટ્રાકટરે પોતાને ફાળવ્યા કરતા રૂપિયા સવા કરોડ નો વધુ સામાન ઉઠાવી જતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર પાસેથી વધારાનો સામાન રિકવર કરી તેને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે કોન્ટ્રાક્ટર સામે ખુદ્દારી રાહે કોઈ પગલાં ન લેવાતા જીઈબીના અધિકારીઓ સામે શંકાની સોય સેવાઈ રહી છે.

ડીસાના આખોલ પાસે આવેલ ઉત્તર ગુજરાત વિજ કંપની ની વિભાગીય 1 અને 2 ની કચેરી આવેલી છે આ કચેરી દ્વારા વાવ તાલુકા ના ગામડાઓમાં નવી વીજલાઈન ખેંચવા સહીત ના કામો માટે નો કોન્ટ્રાકટ હરદેવભાઈ લક્ષમણભાઈ રાવલ ને નિયમ મુજબ આપવામાં આવ્યો હતો. અને તેમને કામ કરવા માટે સામાનની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ તેઓ ને ઓફિસ દ્વારા ફાળવવામાં આવેલ સામાન કરતા સવા કરોડ રૂપિયા નો વધુ સામાન ઉઠાવી જઇ યુજીવીસીએલ સાથે છેતરપિંડી હતી. જે બાબત ધ્યાને આવતા જ કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં અત્યાર સુધી અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટર પાસેથી મોટા ભાગનો સામાન રીકવર કર્યો છે તેમજ તેને બ્લેક લિસ્ટ કરવા માટે નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધર છે.

ઉલ્લેખનીય કે કોન્ટ્રાક્ટરને ફાળવ્યા કરતા સવા કરોડ રૂપિયા નો વધુ સામાન ઉઠાવી જઇ યુજીવીસીએલ કંપની સામે છેતરપિંડી આચરી છે અને તેની સામેની તપાસ પૂર્ણ કરી અધિકારીઓએ મોટા ભાગનો સામાન રીકવર પણ કર્યો છે પરંતુ હજુ તેની સામે કોઈ જ પોલીસ ફરિયાદ ન થઈ નથી. જેથી યુજીવીસીએલ ના અધિકારીઓ ની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે તેવી લોકોની માંગ છે.

આ પણ વાંચો : અલ્લાહના શ્રવણ કુમારે માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી, મુંદ્રાથી તાજમહેલ પહોંચ્યો !

Back to top button