ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ફરવા જતા સહેલાણીઓ માટે માઉન્ટ આબુ બન્યું મીની કાશ્મીર, માઈનસ 0.5 ડિગ્રી ઠંડી

Text To Speech
  • વાહનો પર બરફની પરત જામી
  • માઉન્ટમાં ઠંડીની મજા માણવા સહેલાણીઓ ઉમટી પડયા

પાલનપુર : ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમ વર્ષાની અસર દેશભરમાં વર્તાઈ રહી છે. લોકો ગાત્રો થીજાવતી ઠંડીમાં થરથર કાંપતા જોવા મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો પણ ગગડી ગયો છે.

અને લઘુતમ તાપમાન 0.5 ડિગ્રી પહોંચી ગયું છે. જેને લઇને વાહનો ઉપર બરફની પરત જામી ગઇ છે. જેને લઇને પ્રવાસીઓમાં ખુશીનો લહેર છવાઈ ગઈ છે.

માઉન્ટ આબુમાં દૂર દૂર થી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બીજી તરફ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટેના આયોજન પણ થઈ રહ્યા છે. જ્યારે પર્યટકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા કરીને ગરમા ગરમ ચાની ચૂસકી મેળવતા જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા બન્યું ઠંડુગાર

બનાસકાંઠા જિલ્લાની વાત કરાય તો છેલ્લા બે દિવસથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જેને લઇને લોકો ઠુઠવાઈ ગયા છે. અને ગ્રામ વસ્ત્રો સાથે તાપણાનો સહારો લઈ રહ્યા છે. ડીસાનું છેલ્લા પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાન 5.00 ડિગ્રી ગગડી ગયું હતું. જેમાં સોમવારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું.

ડીસાનું છેલ્લા પાંચ દિવસનું કેટલું તાપમાન નોંધાયું
* 22 ડિસેમ્બર : 13.5
* 23ડિસેમ્બર : 11.5
* 24 ડિસેમ્બર : 10.0
* 25 ડિસેમ્બર : 12.2
* 26 ડિસેમ્બર : 9.6

આ પણ વાંચો : ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે, 2022ની 2024માં અસર થશે: અમિત શાહ

 

Back to top button