પાલનપુર: ડીસા હાઈવે પર તૂટેલા થાંભલા ને’ ગટરની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન
પાલનપુર: ડીસા શહેર વચ્ચેથી પસાર થતા એલિવેટેડ ઓવરબ્રિજના પાલનપુર તરફના છેડા ઉપર થોડા સમય પહેલા વીજ થાંભલાને એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ટ્રક નજીકમાં આવેલી ગટરમાં ખાબકી હતી. જ્યારે થાંભલાને ટક્કર માર્યા પછી થાંભલો આજે ઘણા સમયથી ગટર પાસે ભંગાર હાલતમાં જ જોવા મળી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના બાદ એક અન્ય ટ્રક પણ બ્રિજની દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. જેથી અહીંયા રહેતું અંધારું વહેલી તકે દૂર કરવું જરૂરી છે. આ વીજ થાંભલો જે જગ્યાએ ફીટ કરેલો હતો ત્યાં આરસીસીનું સ્ટ્રક્ચર આજે જેમનું તેમ છે. તેમજ વીજ લાઈન માટેનું વાયરીંગ ચાલુ હાલતમાં છે. જેથી અહીંયા વીજનો થાંભલો પુનઃ ફીટ કરીને વીજળી ચાલુ કરવાની જરૂર છે. પરિણામે અહીંયા અંધારાની સમસ્યા દૂર થઈ શકે તેમ છે.
એલિવેટેડ ઓવર બ્રિજના છેડે ટ્રકની ટક્કરથી તૂટેલા થાંભલો ભંગારમાં પડયો છે
જ્યારે ડીસાના પ્રવેશ દ્વારે એલિવેટર ઓવરબ્રિજ અને નવા માર્કેટયાર્ડ ની દિવાલ વચ્ચે સર્વિસ રોડ આવેલો છે. આ સર્વિસ રોડને અડીને ગંદા પાણીના નિકાલ માટેની મોટી ગટર બનાવવામાં આવી છે. જે ગટરમાં માર્કેટયાર્ડ તેમજ આગળની હોટલો ના પાણી ઠલવાઈ રહ્યા છે. જે આગળ જતાં ગટર બંધ હાલતમાં હોવાથી ગંદા પાણી સર્વિસ રોડ ઉપર આવી જાય છે. પરિણામે વાહનચાલકોને પરેશાની ભોગવી પડી રહી છે. આગળ 500 મીટર જેટલી કચરો અને માટીના કારણે જ બંધ થઈ ગયેલી હાલતમાં છે. જેથી વહેલી તકે તંત્રએ આ ગટર ખુલ્લી કરાવવાની જરૂર છે. અને આ ગંદા પાણીનો ગટર મારફતે યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી બની છે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી નગરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જિનિયર, MBA,આર્કિટેક્ટ સહિતના 58 પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરી