પાલનપુર : ડીસા કોલેજમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે જુમી ઉઠ્યા
પાલનપુર : ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના પ્રાંગણમાં મંગળવારના રોજ સાંસ્કૃતિક વિભાગ દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન ડો. ક્રિષ્ના કે. શાંડપા અને કમિટીના સભ્યો દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકારી આચાર્ય રાજુભાઈ રબારી, ટ્રસ્ટી દિવ્યભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ “ મા” અંબાની આરાધનામાં જોડાયા હતા. ત્યારબાદ ગરબાની રમઝટમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે જુમી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ડૉ. સુનિતા કોટક અને ડૉ. વિશ્વાસભાઈ એ નિભાવી હતી.
પાલનપુર : ડીસા કોલેજમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે જુમી ઉઠ્યા#GarbaNight #navratri2022 #Navratri #NavratriSpecial #banaskhantha #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/jkM31O1CZa
— Hum Dekhenge News (@humdekhengenews) October 4, 2022
જેમાં પ્રથમ સ્ટાઈલ ક્રમાંક સોલંકી મનોજ અને કતીરા નેહા દ્વિતીય સ્ટાઈલ ક્રમાંક ઠાકોર અજય અને સોનેજી રાજવી ને આપવામાં આવ્યો હતો. ટ્રેડિશનલ ડ્રેસ માટે પ્રથમ ક્રમાંક રબારી વિજય અને ખત્રી આરતી તેમજ દ્વિતીય ક્રમાંક ઠક્કર મિલન અને ચૌધરી જયશ્રીને આપવામાં આવ્યો હતો . નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ડૉ.ભાનુભાઈપટેલ, ડૉ. કે .ડી. પટેલ, ડૉ. સુનીતા ઠક્કર, પ્રા.લક્ષ્મણસિંહ વાઘેલા પ્રા.અવિનાશ ચૌધરી, તેમજ સમગ્ર સ્ટાફ મિત્રએ સહયોગ આપ્યો હતો.