ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસાની શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓએ ચાઈનીઝ દોરીનો કર્યો સામુહિક બહિષ્કાર

Text To Speech

પાલનપુર:ડીસાની વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકો અને વિદ્યાર્થીઓએ ચાઈનીઝ દોરીનો સામુહિક બહિષ્કાર કર્યો છે. બનાસકાંઠા જિલ્લાની આ પ્રથમ એવી શાળા છે કે જ્યાં વિદ્યાર્થીઓએ ચાઈનીઝ દોરી નો ઉપયોગ નહીં કરવા અને અન્ય લોકોને પણ જાગૃત કરવા માટેના શપથ લીધા હતા.

અત્યારે સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરી સામે અભિયાન ચાલી રહ્યું છે. ખાસ કરીને પશુ પક્ષીઓ અને લોકો માટે ઘાતક એવી ચાઈનીઝ દોરીના ખરીદ અને વેચાણ કરતા તત્વો પર તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે. ત્યારે ડીસાની વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ના સંચાલકોએ વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરી થી થતા નુકસાન અંગે માહિતગાર કર્યા હતા.

અભિયાન-humdekhengenews

ચાઈનીઝ દોરી પર્યાવરણ, પશુ-પંખીઓ અને માનવને કેટલું નુકસાન પહોંચાડે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપતા વિદ્યાર્થીઓએ ચાઈનીઝ દોરી નો સામુહિક બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં પરંતુ ચાઈનીઝ દોરીનો એક પણ વિદ્યાર્થી ઉપયોગ નહીં કરે તેવા શપથ લીધા હતા.વિદ્યાર્થીઓએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સામે વિરોધ દર્શાવી અન્ય લોકો માં પણ જાગૃતિ આવે તે માટે પ્રતિબંધિત દોરી નો ઉપયોગ ન કરવા માટેની અપીલ કરશે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો :અરવલ્લી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેઘરજ ખાતે યોજાશે

Back to top button