પાલનપુર : અંબાજી મંદિરમાં સાણંદના માઇ ભક્તે રૂ.13,11,000ના સોનાનું આપ્યું દાન
- સોના ના 251 ગ્રામ બિસ્કિટ મા અંબાને ચરણે ધર્યા
પાલનપુર : શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ ધામ અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવે છે. અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે માતાજીના કેટલાક ભક્તો દ્વારા મોટી કિંમતનું સોનાનું દાન પણ ભેટ ધરવામાં આવતું હોય છે. અંબાજી મંદિરમાં 220 કિલોમીટર દુરથી આવેલા સાણંદના ભકત પુષ્પરાજસિહ જે. વાઘેલા દ્વારા અંબાજી મંદિર ખાતે 251 ગ્રામ સોનાના બિસ્કીટનું દાન આપવામાં આવ્યું હતું.
અંબાજીમાં નવરાત્રીના બીજા નોરતે મંગળવારના પાવન દિને મા જગદંબાના ચરણોમાં સાણંદના વતની દાતા વાધેલા પુષ્પરાજસિહ દ્વારા રૂ.13,11000 ની કિંમત ના 251 ગ્રામ વજનના સોનાના બિસ્કીટ દાન આપવામાં આવ્યું હતું. તેમ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેકટર સતીષ ગઢવી દ્વારા જણાવાયું હતું. અત્રે નોંધનીય છે કે, મા અંબા ના મંદિરની સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે માઈ ભક્તો દ્વારા સુવર્ણ દાનની ભેટ મળી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરાયો