પાલનપુર : ડીસાના જુનાડીસા ગામે પોલીસ દ્વારા લોનમેળાનું આયોજન
- વ્યાજ ખોરોની લાલચમાં આવ્યા વગર બેંકમાંથી લોનનો આગ્રહ રાખો: પોલીસની સલાહ
પાલનપુર : ડીસા તાલુકા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાડીસાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં વ્યાજખોરોને ડામવા અને લોકો બેંકમાંથી લોન લઈને જરૂરિયાત પૂરી કરે. જે માટે બનાસકાંઠા માં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા ના જુનાડીસા ગામે તાલુકા પોલીસ દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન ડી. જે. મહેતા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ડીસા ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝા, તાલુકા પીઆઈ એસ. એમ. પટણી, બેંક ઓફ બરોડાના મેનેજર, ખેતીવાડી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. અને ઉપસ્થિત લોકોને બેંકમાંથી લોન લેવા અપીલ કરી હતી. સાથે ડૉ. કુશલ ઓઝા ઍ જણાવ્યુ હતું કે, વ્યાજખોરો ની લાલચ માં કે માયાજાળમાં ફસાયા વગર બેંક માંથી લોન લેવા અનુરોધ કર્યો હતો.
તેમજ કોઈને વ્યાજખોરો પરેશાન કરે તૉ પોલીસને જાણ કરવા અપીલ પણ કરી હતી. આ માર્ગદર્શન શિબિરમાં જુનાડીસા સહીત આસપાસ ના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડી. જે. મહેતા હાઈસ્કૂલ દ્વારા કાર્યક્રમની સંચાલન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : અંબાજી : લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં માઇભક્તોને ડોલાવ્યા, તો ગાયિકા સાત્વની ત્રિવેદીએ બોલાવી રાસની રમઝટ