પાલનપુર : વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા છાપીમાં યોજાયો લોન મેળો
પાલનપુર: રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટેની ડ્રાઈવ કરાઈ છે. ત્યારે લોકો વ્યાજખોરો ના ચુંગાલમાંથી બચી શકે અને પોતાની જરૂરિયાત મુજબ ઓછા વ્યાજદરે લોન મેળવી શકે તેવા હેતુથી બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ના આદેશ અનુસાર શુક્રવારે છાપી ગ્રામપંચાયતના હોલમાં છાપી સરપંચ પતિ મુકેશભાઈ ચૌધરી, છાપી પી.એસ.આઈ એસ.જે.પરમાર, એસ.બી.આઈ બેન્ક છાપીના મેનેજર બી. પી. સોલંકી, બેન્ક ઓફ બરોડા બેંન્ક છાપી ના મેનેજર સુરેશકુમાર ગોહિલ, ધી છાપી નાગરિક સહકારી બેંન્ક ના ડિરેક્ટર જયેશ મહેશ્ર્વરીએ હાજર રહ્યા.
છાપી આજુબાજુના મધ્યમ અને ગરીબ લોકો રહ્યા હાજર
આવેલ તમામ જરૂરિયાત મંદ લોકોને બેન્કોમાંથી કઈ રીતે લોન મેળવવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં ન લેવા અને આ બેન્કોમાં વીના સંકોચે આવી લોન વિશે માહિતી મેળવી શકો છો તેવી સમાજ આપી હતી.
પોલીસ, બેંકના અધિકારી, ગ્રામપંચાયતના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
જ્યારે છાપી પી.એસ.આઈ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાંણા ન લેવા તેમજ જો કોઈ વ્યક્તિ આવા વ્યાજના ચક્રમાં ફસાયેલી હોય તો ગભરાયા વગર છાપી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.
પોલીસ આ બાબતે કડકાઇ પૂર્વક તપાસ કરી ચોક્કસથી આ વ્યાજખોરી ની ચુંગાલમાંથી છોડવશે. ગરીબ અને મધ્યમ વર્ગ ઊંચા વ્યાજે નાંણા ન લે અને બેંક માંથી લોન મેળવે આ હેતુથી આ લોનમેળા નું આયોજન કરાયું હતું.
આ પણ વાંચો :પાલનપુર: ડીસાના લટીયા ગામે લગ્નમાં ડીજે વગાડવા બાબતે હુમલો