ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : મહિલા સશક્તિકરણ અંગે પાલનપુર કોલેજમાં યોજાયું વ્યાખ્યાન

Text To Speech
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો

પાલનપુર : બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સશક્તિકરણ અંગે વ્યાખ્યાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય. બી. ડબગર, કોલેજની અધ્યાપિકાગણ અને વિદ્યાર્થીનીઓ વગેરે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બી. કે. મર્કન્ટાઈલ લો કોલેજ, પાલનપુરના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આરતીબેન દવે અને પ્રોફેસર મમતાબેન પટેલ એ મુખ્ય વક્તા તરીકે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્ત્રીઓના હકો અને તે માટેના કાયદાઓ તેમજ ફરજોની સચોટ માહિતીઓ વિગતવાર ઉદાહરણ સહિત સમજાવી હતી.

 

આ કાર્યક્રમમાં સ્ત્રીઓના હક માટેની જોગવાઈઓની જુદી જુદી પરિસ્થિતિમાં સ્વરક્ષણ અર્થે કેવી રીતે ઉપયોગ કરવો તેની જાણકારી અપાઈ હતી. દુરુપયોગ ઘટાડવા અંગે પણ વિસ્તાર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ‘ Zero FIR’ અંગેનો મહત્વપૂર્ણ ફાયદા અંગે વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી. સ્ત્રીઓના અનેક રૂપોનું થતું અપમાન અટકાવવા અને સ્ત્રી શિક્ષણ તેમજ સ્ત્રીની નાણાકીય સ્વનિર્ભરતાનો રાષ્ટ્રને થતો લાભ વર્ણવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના વુમન સેલના કન્વીનર ડૉ. એસ. આઇ. ગટીયાલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનું શાબ્દિક ઉદબોધન સાલેહાબાનું અને આભાર વિધિ ડૉ.અમી પટેલ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : પાલનપુર : વાવના ટડાવમાં ચોરો માતાજીના આભૂષણો ચોરી ગયાની આશંકા

Back to top button