પાલનપુર: કુંવાળા પી.એચ.સી.માં 10 ટીબીના દર્દીઓને ગાંધી પરિવાર દ્વારા કીટ વિતરણ કરાઈ


પાલનપુર: ભાભર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાળાના ટી.બી.ની સારવાર લેતા દર્દીઓને કુવાળાના ગાંધી પરિવાર તરફથી પોષણક્ષમ આહારની કીટ વિતરણ કાર્યક્રમ કુવાળા પી.એચ.સી.માં યોજાયો હતો. જિલ્લા ક્ષય અધિકારી ડૉ.નયન મકવાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્પેશ છત્રાલિયા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુંવાળા પી.એચ. સી. માં સારવાર લેતા 10 ટીબીના દર્દીઓને દાતા ગાંધી પરિવાર, તબીબ, ગામના સરપંચ બબાજી ઠાકોર અને ઉપસ્થિત કર્મચારીઓના હસ્તે પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં ટીબીના દર્દીઓમાંથી ભારતમાં 25% દર્દીઓ
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. નયન મકવાણા એ જણાવ્યું હતું કે, વિશ્વમાં ટીબીના દર્દીઓમાંથી 25% દર્દીઓ ભારતમાં છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનો 2030 સુધીમાં ટી.બી. નાબૂદીનો નિશ્ચય
વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2030 સુધીમાં ટી.બી. નાબૂદીનો નિશ્ચય કર્યો છે. જ્યારે ભારતમાંથી 2025 સુધીમાં સંપૂર્ણ ભારતને ટી.બી. મુક્ત કરવાનું આહવાન કર્યું છે. ટીબીના દર્દીઓ માટે રાજ્ય સરકાર અનેક પગલાં લઈ રહી છે. સરકાર દ્વારા ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ઉચ્ચ કોટિની ગુણવત્તાયુક્ત દવાઓ, નિયમિત લેબોરેટરી તપાસ થાય છે. તથા દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને તેઓના ખાતામાં ડાયરેક્ટ 500 રૂપિયા જમા આપવામાં આવે છે. તેઓએ દાતા ગાંધી પરિવારજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માટે કેન્દ્ર સરકારને જાહેર કરી ગાઈડલાન્સ, હવે જો ખોટી જાહેરાત કરી તો…