પાલનપુર : આતશબાજી સાથે કિર્તિસિંહએ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખનો ચાર્જ સંભાળ્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નો ચાર્જ કાંકરેજના પૂર્વ ધારાસભ્યને સોંપવામાં આવતા મંગળવારે પ્રમુખ તરીકેનો ચાર્જ વિધિવત સંભાળતા ભાજપના સમર્થકો અને હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના અધ્યક્ષ સી .આર. પાટીલ દ્વારા સોમવારે કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ચાર જિલ્લાનું માળખું બદલવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાને નવા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેના પગલે મંગળવારે વહેલી સવારે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાએ ભાજપ કાર્યાલય ખાતે આવી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જેના પગલે સમર્થકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી કિર્તીસિંહ વાઘેલાને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી વધાવી લીધા હતા .જ્યારે કિર્તીસિંહે પાલનપુરની ભાજપની ઓફિસમાં પ્રવેશ કરતા માથું નમાવીને વંદન કરી પછી પ્રવેશ કર્યો હતો.
આ અંગે કિર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ સોંપેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક બજાવીશ તેમજ પાર્ટીની જવાબદારીના ભાગરૂપે હું પ્રમુખ છું, પરંતુ મારે મન તમે બધા જ પ્રમુખ છો એવી વાત કરી આગામી સમયમાં આવતી જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ બેઠકો કબજે કરશે તે દિશામાં તેમજ સંગઠન વધુ મજબૂત બને તે દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી.
આતશબાજી સાથે કિર્તિસિંહ એ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખનો ચાર્જ સંભાળ્યો#BJP #banaskantha #banaskanthanews #palanpur #palanpurupdate #Police #news #newsupdate #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/2aLVPVAjU8
— Hum Dekhenge News (@humdekhengenews) February 14, 2023
પાલનપુર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે અભિનંદન પાઠવવા પૂર્વ ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયા, જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી કનુભાઈ વ્યાસ, ડાહ્યાભાઈ પીલીયાતાર, કૈલાશભાઈ ગહેલોત, નિલેશભાઈ મોદી, પૂર્વ જિલ્લા પ્રમુખ રાણાભાઇ દેસાઈ, હરેશભાઇ જાની, પાલનપુર શહેર સંગઠનના હોદેદારો સહીત ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના જુનાડીસા ગામે પોલીસ દ્વારા લોનમેળાનું આયોજન