ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસાના કંસારીમાં ખેત તલાવડીનું કરાયું ખાતમુહૂર્ત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા સહિત સમગ્ર વિશ્વમાં આજે 22 માર્ચ ના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે.જે અંતર્ગત આજે ડીસા ના કંસારી ગામે પણ ધારાસભ્ય ના હસ્તે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરી સ્વચ્છ પાણીના સંગ્રહ ની સાથે સાથે પાણીના મહત્વ વિશે પણ લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા.

પાણીના મહત્વ વિશે ડીસા ધારાસભ્યએ લોકોને જાગૃત કર્યા

ખાતમુહૂર્ત-humdekhengenews

વર્ષ 1992 માં રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી. આ દિવસે ‘વિશ્વ જળ દિવસ’નો વિચાર આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ અપનાવ્યો, જેના દ્વારા દર વર્ષે 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. આ દિવસ 1993 થી ઉજવવામાં આવે છે.

ખાતમુહૂર્ત-humdekhengenews

જે અંતર્ગત આજે ડીસા તાલુકા ના કંસારી ગામે પણ ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરી જળસંચયના અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું. સાથે સાથે અત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ખૂબ જ ઊંડા પહોંચ્યા છે અને પીવા લાયક પાણીનો સ્ત્રોત પણ ખૂબ જ ઝડપથી ખલાસ થવા તરફ જઈ રહ્યો છે.

ખાતમુહૂર્ત-humdekhengenews

જેના કારણે લોકોને સિંચાઈ તો ઠીક પણ પીવા ના પાણી ન ફાંફા પડી શકે છે. ત્યારે ધારાસભ્ય પ્રવિણ માળીએ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિનો સામનો ન કરવો હોય તો દરેક વ્યક્તિએ એક એક ટીપા પાણીનો સંગ્રહ કરી તેને બચાવવું પડશે. જેમાં ખેડૂતો દ્વારા બનાવવામાં આવતી ખેત તલાવડી થી ખૂબ જ ફાયદો થાય શકે છે. આવી ખેત તલાવડીઓ થકી ખેડુત ચોમાસામાં વહી જતા લાખો લીટર પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ પશુપાલન અને ખેતી માટે તે પાણીનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો :કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ, PM મોદીએ આજે ​​સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Back to top button