ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના પેછડાલ ગામે ખેત તલાવડીનું કરાયું ખાત મુહૂર્ત

Text To Speech
  • પાણીની સમસ્યાના નિવારણ માટે જળ સંચયની ટીમની ઝુંબેશ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની ધરતીમાં પાણીનું લેવલ 1200 ફૂટે પહોંચ્યું છે. એટલે આટલા ઊંડે થી પાણી કાઢીને ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની રહી છે. રોજે રોજ બોરના ખર્ચાઓ સામે લડવું ખેડૂતો માટે અસહ્ય બની ગયું છે. પરીણામે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ વિકટ બની જઈ રહેલી પાણીના સમસ્યાના નિવારણ માટે જળ સંચયની ટીમ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જોરશોરથી ઝુંબેશ ચલાવી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે.

પાલનપુર-humdekhengenews

જળ સંચયની ટીમ અને પ્રવીણભાઈ માળીનો ઉદ્દેશ્ય છે કે, ખેડૂતો વધારેમાં વધારે ખેત તલાવડી, બોર રિચાર્જ અને કુવા રિચાર્જ કરે જેથી કરીને ભૂમિગત જળને ઉપર લાવી શકાય. એમના અભિયાન ની અસરને લીધે આજે લોકો પાણી માટે જાગૃત બની પોતાના ખેતરમાં ખેત તલાવડી, બોર રિચાર્જ અને કુવા રિચાર્જનું કામ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. ત્યારે શનિવારે પેછડાલ ગામે રમેશભાઈ વિહાભાઈ ચૌધરીના ખેતરમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રવીણભાઈ માળીના વરદ્દ હસ્તે ખેત તલાવડી નું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું.

પાલનપુર-humdekhengenews

આ પ્રસંગે રાજાભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ રબારી, ઉકાજી માસ્તર,ગીરીશભાઈ દેસાઈ,પેછડાલના સરપંચ શીવાભાઈ, આજુબાજુના ગામના સરપંચો, જળ સંચય ટીમના સભ્યો અણદાભાઈ જાટ, પ્રતાપભાઈ, દશરથભાઈ, મુકેશભાઈ, રમેશભાઈ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા.

Back to top button