પાલનપુર: જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલી ઘરનું કરાયું વિતરણ


પાલનપુર: સીમલાગેટ વિસ્તારના પવન ફૂટવેર પાસે ગુરુવારે સ્વામી લીલાશાહ મહારાજની 143 જન્મ જયંતી નિમિત્તે જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળજાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવદયા માટે રાત દિવસ અલગ અલગ સેવા આપતા હોય છે.
સ્વામી લીલાશાહ મહારાજની 143 મી જન્મ જયંતી નિમિત્તે યોજાયો કાર્યક્ર્મ
પક્ષી, પ્રાણીઓ ઘાયલ હોય ત્યારે તાત્કાલિક ત્યાં પહોંચી સેવા આપતા હોય છે. કોઈ પક્ષી કે પ્રાણી ગટરમાં ફસાઈ ગયા કે કુવા પડી ગયા હોય તો સહી સલામત તેને બહાર કાઢવામાં આવે છે. પક્ષી ઝાડમાં દોરીથી ફસાઈ ગયેલ હોય ત્યારે પોતાનો સમય ફાળવીને સેવા આપતા હોય છે. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી. દિનેશભાઈ શર્મા, હરિભાઈ વિષ્ણુ મહારાજ કનુભાઈ પટેલ, ગૌતમભાઈ કેલા, ડોક્ટર એલ. સી. પટેલ. ગિરધારીલાલ ગેહાની નીરૂબેન શાહ, નિકુલભાઇ પટેલ. ચંદનભાઈ, વિપુલભાઈ, હસમુખભાઈ દરજી વગેરેએ હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો :રાહુલે કહ્યું- અદાણી પર કેટલાક સવાલ પૂછ્યા હતા, તેથી જ હંગામો થઈ રહ્યો છે