પાલનપુર : બ્રહ્માકુમારી દ્વારા ગુજરાતના 400 સેવા કેન્દ્ર પર ઝંડા રોહણ
- દેશના 74 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ
પાલનપુર : ભારત દેશના 74 મા ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીએ દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દેશના અધ્યાત્મ સશક્ત રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂજીએ પરેડની સલામી આપી અને અનેક ક્ષેત્રે નારી શક્તિ મહિલાઓએ દિલ્હી પરેડમાં પોતાનું નેતૃત્વ કર્યું, ત્યારે અધ્યાત્મ શસક્ત નારી શક્તિની વૈશ્વિક ઓળખ બ્રહ્માકુમારી દ્વારા 26મી જાન્યુઆરી દેશ-વિદેશના હજારો સેવા કેન્દ્ર પર 74મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો.
પોતાની શક્તિ વિશેષતાને માતૃભૂમિની સેવામાં પુનઃ સમર્પિત કરી ભારતના આધ્યાત્મિક વારસાને વૈશ્વિક ઓળખ આપીએ : દાદી રતન મોહિનીજી
બ્રહ્માકુમારી મીડિયાના સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આબુ શાંતિવન ખાતે યોજાયેલ ભવ્ય સમારંભમા તિરંગા ઝંડા ને ફરકાવી પોતાના આશીર્વાદમાં સંસ્થાનના વડા ડો.દાદી રતન મોહિનીજીએ જણાવેલ કે, ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ પરંપરાને પોતાની વિશેષતા શક્તિ દ્વારા માતૃભૂમિને પુનઃ સમર્પિત કરી શ્રેષ્ઠ કાર્યો દેશ સેવા દ્વારા વૈશ્વિક ઓળખ આપીએ તથા આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા સ્વર્ણિમ ભારતની સ્થાપના કરવા દ્રઢ સંકલ્પ લઈએ. બ્રહ્માકુમારીઝના દેશ-વિદેશના હજારો ઝંડારોહણ કાર્યક્રમમાં લાખો લોકોએ દેશની સેવા માટે કાર્ય કરવા સંગઠિત શપથ લીધા હતા.
માઉન્ટ આબુ ખાતેના સમારંભમાં સીઆરપીએફ ના ડેપ્યુટી કમાન્ડર સુધીરસિંહ, દાદી નિર્મળાજી સંસ્થાના સચિવ બ્રિજ મોહનભાઈ,મૃત્યુજયજી, રીટાયર્ડ આર્મી બ્રિગેડિયર એસ.કે. અરોરા સહિત અનેક ઉચ્ચ હોદ્દો ધરાવતા ઓફિસરોએ દેશના અનેક સેવા કેન્દ્ર પર ઝંડા રોહણમાં ભાગ લઈ દેશ સેવાના શપથ લીધા હતા. ગુજરાતના 400 સેવા કેન્દ્ર પર સવારના 6થી8 ના જ્ઞાન રાજ્યોગા ક્લાસ બાદ ઝંડા રોહણ તથા રાષ્ટ્રભક્તિ ભાવ સાથે હજાર બ્રહ્માકુમાર ભાઈ- બહેનોએ ભારતીય અધ્યાત્મકતાને દેશ વિદેશમાં ઓળખ આપી પરમાત્મા શિવના ભારત પર સ્વર્ણિમ સ્વર્ગની સ્થાપનાના કાર્યને આગળ ધપાવવા પોતાને સમર્પિત કરી સંગઠિત શપથ લીધા હતા.
આ પણ વાંચો : પાલનપુર : સ્પર્ધાત્મક પરીક્ષાના પરીક્ષાર્થીઓ તેઓ માટે ખાસ બસ સુવિધા કરાઈ