ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ખાનગી હોસ્પિટલમાં 80 હજારના ખર્ચે થતું જડબાનું ઓપરેશન બનાસ સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે કરાયું

Text To Speech
  • જડબાનું સફળ ઓપરેશન કરી દર્દીને ચોથા દિવસે રજા અપાઈ

પાલનપુર : બનાસડેરીના ચેરમેન અને બનાસ મેડીકલ કોલેજના આદ્ય સ્થાપક શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્ન થકી આજે પશુપાલકોની એકમાત્ર જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવારમાં જિલ્લામાં મોખરે છે. મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લીધી હતી સારવાર

લાખણી તાલુકાના ઘાણા ગામના વતની 40 વર્ષીય મનસુખભાઈ વાઘેલા ૨૭ સપ્ટેમ્બરના રાત્રી સમયે જ્ડીયાલીથી આવતા હતા. તે સમયે ગાય રસ્તામાં આવી જતાં બાઇક અકસ્માત દરમિયાન મોઢાના ભાગે વધારે ઇજાઓ થતા લોહી નીકળી રહ્યું હતું. મોઢાનું જડબું પણ ફરી ગયું હતું .તેઓએ ધુણસોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી.

બાદમાં ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેઓને મોઢાના ભાગે ગંભીર રીતે ઇજા થઇ હોવાને લીધે બોલવામાં તેમજ ખોરાક લેવામાં તકલીફ પડતી હતી. ખાનગી તબીબની સલાહ પ્રમાણે તેઓને ઓપરેશન કરાવવું જરૂરી જણાતા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ ખૂબ વધુ આવતો હોવાથી પરિવાર ઉપર મોટી આફત આવી પડી હતી.

બનાસ મેડિકલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં કરવામાં આવ્યા દાખલ 

સગા -સંબંધીઓની સલાહ- સૂચન પ્રમાણે તેઓને બનાસ મેડિકલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ૨૮ સપ્ટેમ્બરના રોજ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીને બેભાન કરવું પડકારજનક હતું. ત્યારે એનેસ્થેસીયાની મદદથી ઉપરના જડબામાં પ્લેટ નાંખી ડેન્ટલ વિભાગના નિષ્ણાંત ડો.નપુર કપૂર, તેમજ તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે બનાસ મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલ જોશી એ જણાવ્યું હતું કે, દાંત વિભાગમાં જડબા ફ્રેકચર અત્રે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે અદ્યતન પ્રકારે સારવાર કરવામાં આવી રહી છે.

જડબા ના જે પણ ઓપરેશન હોય તે કરી આપવામાં આવતા હોય છે. જેમાં જડબાના ફ્રેકચર, ગાંઠ નીકાળવાના જેવા જટિલ ઓપરેશનો કરવામાં આવે છે. જેવા કે પ્લેટીંગ ,વાયરીંગ પ્રકારની સારવાર તથા ઓપરેશન કરવામાં આવે છે. જે ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કે ડેન્ટલ ક્લિનિકમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તે માટે અત્રે નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.

Back to top button