પાલનપુર : પાલનપુર વિધાનસભા મત વિસ્તારના આદર્શ મતદાન મથકમાં મતદારોમાં અદમ્ય ઉત્સાહ
પાલનપુર : બનાસકાંઠાના 12- પાલનપુર વિધાનસભા મત વિસ્તારના આદર્શ મતદાન મથક સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા ખાતે વહેલી સવારે 8 વાગ્યાથી જ મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. આદર્શ મતદાન મથક ખાતે લગ્નમાં હોય એવો મંડપ બાંધવામાં આવ્યો છે. મતદારોમાં પણ આદર્શ મતદાન મથકને લઈ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે યુવાઓ અને વયોવૃદ્ધ મતદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. 75 વર્ષના ધુળીબેન ઠાકોરે મત આપી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
12- પાલનપુર મતદાર વિસ્તારના આદર્શ મતદાન મથક ખાતે મત આપવા આવેલા નગીનભાઈ રાઠોડે લોકશાહીના આ પર્વમાં સૌને જોડાવાની અપીલ સાથે તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓને બિરદાવી હતી. તેમણે લોકશાહીના અવસરમાં ઉત્સાહભેર ભાગ લેવા મતદારોને અપીલ કરી હતી.
આ પણ વાંચો : પાલનપુર : બનાસકાંઠામાં પ્રથમ ત્રણ કલાકમાં 21.08% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ