પાલનપુર: ગુરુનાનક ચોકમાં ભગવાન શ્રી ગણેશની કરાઈ સ્થાપના, સાઈરામ દવે પણ રહ્યા હાજર
પાલનપુર : સમગ્ર ગુજરાતમાં વિવિધ યુવકમિત્ર મંડળો દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગણેશની મુર્તિનું સ્થાપન અને પુજા વિધિ કરવામાં આવતી હોય છે. શાળાનાં બાળકો દ્વારા ગણેશોત્સવનું આયોજન થાય તે વાત અચરજ પામે તેવી છે. પરંતુ આ બાબત સાર્થક સાબિત થઇ છે.
આ ગણેશ ઉત્સવમાં પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ સાર્થક સાબિત કરી છે. શાળાનાં તમામ ધોરણ અને વર્ગના મોનિટર વિદ્યાર્થીઓએ ભેગા મળી શાળા ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની મુર્તિનું સ્થાપન કરી પુજા અર્ચનાનું આયોજન કર્યું હતું.
રાજયમાં સૌપ્રથમ અનેરું આયોજન કરનાર પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજીની મુર્તિનું સ્થાપન કરી શાળાના 4000 થી વધુ બાળકોએ સાથે મળી મહાઆરતી કરી ગણેશજીની ભકિતભાવ પુર્વક પુજાવિધિ પણ કરી હતી.
પ્રખ્યાત હાસ્ય કલાકાર સાંઇરામ દવે પણ રહ્યા હજાર
આ વિશેષ પ્રસંગે બાળકોને પ્રોત્સાહન પુરુ પાડવા વિશ્વ પ્રસિદ્ધ કલાકાર સાંઇરામ દવેએ વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી સુખડી તૈયાર કરીને લાવી,પ્રસાદ તરીકે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે ગણેશચતુર્થીના દિવસે સવારે આ ગણેશજીની પ્રતિમાને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતેથી ઘોડા સાથેની બગી,નાસિક બાજા સાથે વરઘોડારુપે વાજતે-ગાજતે સૌ વિદ્યાર્થીઓ શહેરના હાર્દસમા ગુરુનાનક ચોક ખાતે લઇ જઇ ત્યાં સ્થાપન વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંઇરામ દવે તથા ગુમાનસિંહ ચૌહાણ, નંદાજી ઠાકોર,પાલનપુર નગરપાલિકા પ્રમુખ હસમુખભાઇ પઢિયાર તથા શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ,મંડળના તમામ હોદ્દેદારો,શાળાના તમામ આચાર્ય અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી ભકિતભાવપૂર્વક આ પ્રસંગને શ્રધ્ધાભેર વધાવ્યો હતો