પાલનપુર માહિતી ખાતાના સિનિયર સબ એડીટરને આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પ્રમોશન અપાયું

- વર્ષ-2010 ની બેચના કુલ-16 જેટલાં સિનિયર સબ એડિટરોને આસીસ્ટન્ટ ડાયરેક્ટર (કલાસ 2) તરીકે પ્રમોશન અપાયા
- રેસુંગભાઈ ચૌહાણ સહિત માહિતી પરિવારમાં આનંદ છવાયો
પાલનપુર : રાજ્ય સરકાર દ્વારા માહિતી ખાતામાં ફરજ બજાવતા વર્ષ-2010 ની બેચના કુલ-16 જેટલાં સિનિયર સબ એડિટરોને આસીસ્ટન્ટ ડાયરેક્ટર (કલાસ 2) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તાજેતરમાં રાજ્ય સરકારે ફિક્સ કર્મચારીઓના વેતનમાં 30 ટકા જેટલો વધારો આપી વર્ગ 3, વર્ગ 4 ના કર્મચારીઓની દિવાળી સુધારી હતી. રાજ્ય સરકાર માટે પ્રચાર પ્રસિદ્ધિ નું કામ કરી છેવાડાના લોકો સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ પોહાચાડવાનું કામ કરતા માહિતી ખાતાના કર્મચારીઓ અને તેમના પરિવારને રાજ્ય સરકારે દિવાળીની અણમોલ ભેટ આપવવાનું કામ કર્યું છે. જેના લીધે સમગ્ર માહિતી પરિવારમાં આનંદ ની લાગણી છવાઈ જવા પામી છે.
11 મી નવેમ્બરને ધનતેરસના દિવસે માહિતી વિભાગના 16 કર્મચારીઓને બઢતી સાથે પ્રમોશન આપતાં પ્રમોશન પામેલા કર્મચારીઓ અને તેમના પરિવારમાં દિવાળીના તહેવારોની ખુશી બેવડાઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સિનિયર સબ એડીટર તથા માહિતી અને પ્રદર્શન કેન્દ્ર અંબાજીના ઇન્ચાર્જ વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતાં રેસુંગભાઈ ચૌહાણને આસીસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ- ૨ તરીકે અમદાવાદ ખાતે પ્રમોશન મળતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર, તેમના પરિવારજનો અને બનાસકાંઠા જિલ્લાના મિડીયાના મિત્રોમાં આનંદની લાગણી છવાઇ છે. તેમજ મોડીરાત સુધી રેસુંગભાઈ ચૌહાણ ને સહ કર્મચારીઓ, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વર્ષ-2010માં જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે માહિતી મદદનીશ તરીકે સરકારી સેવામાં જોડાયેલા રેસુંગભાઈ ચૌહાણની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી માહિતી પરિવાર અને તેમના મિત્રો શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-2015 અને 2017 માં આવેલા ભયાનક પૂર સમયે તથા કોરોનાકાળમાં પણ શ્રી ચૌહાણે જિલ્લા વહીવટી તંત્ર અને મિડીયા સાથે સારું સંકલન કેળવી ખુબ ઉમદા કામગીરી બદલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તત્કાલીન કલેક્ટરશ્રી આનંદ પટેલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણે સરકારી સેવા દરમ્યાન સાથી કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન કેળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો : ડીસા તાલુકા સંકલન બેઠક : પ્રજા ને અગવડતા ના પડે તે જોવા ધારાસભ્યની વિભાગોને અપાઈ સૂચના