પાલનપુર : જયંતિ ઠાકોરની હત્યાના વિરોધમાં દાંતા ગામ સજ્જડ બંધ, હિન્દુ સંગઠને રેલી યોજી ફાંસીની કરી માંગ
- સપ્તાહ અગાઉ પ્રેમ પ્રકરણમાં પત્ની અને પ્રેમી દ્વારા કરાઈ હતી હત્યા
- મકાઈના ડૉડાથી ગળું દબાવી કરાઈ હતી હત્યા
- આ હત્યાના વિરોધમાં દાંતા ખાતે રેલી યોજાઇ
બનાસકાંઠા જિલ્લાના દાંતામાં સપ્તાહ અગાઉ પત્ની અને પ્રેમી દ્વારા પતિ જયંતીભાઈ ઠાકોરની હત્યા કરી દેવામાં આવી હતી. જેના હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે મંગળવારે આ હત્યાના વિરોધમાં દાંતા ખાતે રેલી યોજાઇ હતી. અને ગામ લોકોએ સજ્જડ બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે હત્યારાઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોની પહેલી પસંદ, વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ પણ કરી માગ
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં આયર્ન મોદીની હત્યા બાદ સમાજમાં રોષની લાગણી છે. ત્યાં જ દાંતા ગામમાં પણ એક સપ્તાહ અગાઉ રસુલપુર ગામના જયંતીભાઈ ધનાજી ઠાકોરની પત્નીએ તેના પ્રેમી અને ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા નૂર મોહમ્મદ મહેસાણીયા સાથે મળીને મકાઈના ડોડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ જયંતીભાઈની લાશને સેન્ટ્રો કારમાં હરિવાવ ગામ પાસે લાવીને રસ્તા વચ્ચે ફેંકી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એલસીબી પોલીસે આ ઘટના નો ભેદ ઉકેલી હત્યારા નૂરમહંમદ ને ઝડપી લીધો હતો.
પરંતુ આ ઘટનાના હિંદુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેમાં હિન્દુ સંગઠનો એ કરેલા આહ્વાન ના પગલે મંગળવારે સવારથી જ દાંતા ગામના બજાર સજ્જડ બંધ જોવા મળ્યા હતા અને લોકોના ટોળા એકઠા થવા માંડ્યા હતા. જ્યારે બજારો બંધ રાખીને લોકો એ વિશાળ રેલી યોજી હતી. બેનરો સાથે નીકળેલી આ રેલી દરમિયાન પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ‘નીતીશ કુમાર લાચાર’… સુશીલ મોદીએ મુખ્યમંત્રી પર ટોણો માર્યો
દાંતા ગામમાં નીકળેલી રેલીમાં લોકોએ જયંતીભાઈ ઠાકોરની હત્યામાં સંડવાયેલા ગુનેગારો સામે સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે દાંતા ગામના તમામ બજારો બંધ રહેતા ગામ સુમસામ બની ગયું હતું.