ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : મફતપુરામાં નાના બાળકોના ઝઘડામાં મોટા બાખડયા

Text To Speech

પાલનપુર: મફતપુરા વિસ્તારમાં રહેતા જાવેદભાઈ સિકંદરભાઈ સિપાહીના ઘરે તેમના ભાઈ સાકીરભાઇ આવેલા, અને તેમના નાના દીકરા તથા ઇમ્તિયાઝ ઉર્ફે બાપુ વજીરખાન મકરાણીના દીકરા રમતા રમતા ઝઘડો થતાં જાવેદ ભાઈના માતા સાકીરભાઇના દીકરાને લેવા ગયેલા. તે દરમિયાન ઈમ્તિયાઝ ઉર્ફે બાપુ વજીરખાન મકરાણી દ્વારા જાવેદભાઈને દાઢીના ભાગે અને છાતીના ભાગે ફેટો મારી ઇજાઓ કરી હતી.

તેમજ તેમના માસીના દીકરા નાસીરખાન વચ્ચે છોડાવા જતા તેમને પણ લોખંડની પાઇપ મારી અને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આઠ લોકો એકસંપ થઈ તલવાર પાઇપ અને ધોકા જેવા હથિયારો ધારણ કરી અને જાવેદભાઈના ઘર આગળ પડેલી ત્રણ રિક્ષાના કાચ તોડી તથા એક એકટીવાની તોડફોડ કરી હતી. જ્યારે બસીરમહંમદ અલી મહંમદ સિંધીના ઘરના મેઈન દરવાજાને તોડફોડ કરી આશરે દસ હજાર રૂપિયાનું નુકસાન કરી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પૂર્વ પોલીસ મથકે આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.

રિક્ષાઓની તોડફોડ કરી નુકસાન કરતા આઠ લોકો સામે ફરિયાદ

તોડફોડ-humdekhengenews

જેમાં ઈમ્તિયાઝ ઉર્ફે બાપુ વજીરખાન મકરાણી, ઇમરાન ભાઈ વજીરખાન મકરાણી, અમીરુનબેન આમીનભાઈ, સોનિયાબેન ઈમ્તિયાઝ ઉર્ફ બાપુ વજીરખાન મકરાણી, અરજૂભાઈ રૂસ્તમભાઈ મકરાણી, રજાકભાઈ ઉર્ફે ગૂગલો અજીદભાઈ મકરાણી ,વારિસભાઈ સુમરા, અને સાઇબા ભાઈ રફિકભાઈ મકરાણી સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :શું આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે ? જાણો શું કહ્યું મુખ્ય ચૂંટણી કમિશનરે

Back to top button