ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસામાં આરોગ્ય વિભાગે ખાણીપીણીની 364 સ્થળોએ કરી સઘન તપાસ

Text To Speech

પાલનપુર: ડીસામાં વધી રહેલા રોગચાળાને ડામવા માટે તંત્રએ કવાયત હાથ ધરી હતી. જેમાં આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડી શહેરમાં ગંદકી અને હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ વેચતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

હલકી ગુણવત્તાવાળી ખાણીપીણીની ચીજ વસ્તુઓનો નાશ કરાયો

ખાણીપીણી-humdekhengenews

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાયરલ ફીવર ના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. અને આ વધી રહેલા રોગચાળા ને અટકાવવા માટે આરોગ્ય તંત્ર સાબદુ બન્યું છે. જેમાં આજે ડીસા આરોગ્ય વિભાગે નગરપાલિકા અને પોલીસની ટીમોને સાથે રાખી કામગીરી હાથ ધરી શહેરમાં વોર્ડ વાઇસ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં નાસ્તાની લારીઓ, હોટેલ,ઠંડા પીણા,બરફની ફેક્ટરીઓ,શેરડી ના કોલા અને પાર્લર પર દરોડા પડ્યા હતા, તેમજ પાણીનો ભરાવો થઈ પોરા થતા હોય, ગંદકી હોય કે હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય તો તેવા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

વેપારીઓને કુલ રૂ. 18900 નો દંડ ફટકાર્યો

ખાણીપીણી-humdekhengenews

દિવસ દરમ્યાન શહેરમાં અલગ અલગ ટીમો થકી કુલ 364 જેટલી જગ્યાએ તપાસ કરી હલકી ગુણવત્તાવાળી ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળી આવતા તેનો નાશ કર્યો હતો અને વેપારીઓને કુલ રૂ. 18900 નો દંડ ફટકાર્યો હતો, અને બીજી વાર આવી ભૂલ ન કરે તે માટે કડક સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો :પાલનપુર: ડીસામાં 25 ટન ડુંગળી ભરેલી ટ્રક ગટરના ખાડામાં ખાબકી

Back to top button