પાલનપુર : ડીસા નગરપાલિકામાં કર્મચારીઓને વધારાના ચાર્જ સોપાતા ભારણ વધ્યું
પાલનપુર: ડીસા નગરપાલિકામાં કર્મચારીઓની ઘટના કારણે કર્મચારીઓને પોતાના ચાર્જ સિવાયના વધારાના બબ્બે વિભાગની જવાબદારી સોપવામાં આવી હતી. ડીસા નગરપાલિકામાં વર્ષો જુના અનુભવી કર્મચારીઓ સતત નિવૃત થવાના કારણે તેમજ પાલિકામાં નવી કોઈ ભરતી ન થવાના કારણે કર્મચારીઓની ઘટ વર્તાઈ રહી છે.
કર્મચારીઓની ઘટ ના કારણે એક કર્મચારીને વધારાના વિભાગની જવાબદારી
ત્યારે કર્મચારીઓને વધારાના ચાર્જ આપીને કામ લેવામાં આવી રહ્યું છે. હાલમાં નગરપાલિકાના પાંચ કર્મચારીઓને વધારાના ચાર્જ આપીને કામ લેવામાં આવી રહ્યું છે. કેટલાક કર્મચારીઓને પોતાના ચાર્જ સિવાય વધું બબ્બે ચાર્જ આપવામાં આવ્યા છે. જેના કારણે કર્મચારીઓ પર ભારણ વધ્યું છે.
પાંચ કર્મચારીઓને ચાર્જ સોપાયા
નગરપાલિકા ઓ.એસ. અશ્વિનભાઇ ઠક્કર ને વધારાનો ઘરવેરા શાખાનો ચાર્જ સોપાયો છે. તો આર. એમ.કોટક પાસે હિસાબી અને લીગલ સોપ ની ફરજ છે, તેમને બાંધકામ ક્લાર્ક નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હસમુખ પુરોહિત પાસે સ્ટોર ક્લાર્ક તરીકે ની જવાબદારી હતી જે લઈને લાઈટ શાખા અને શિક્ષણ શાખાના ક્લાર્ક તરીકે જવાબદારી આપી છે. તો સલીમ શેખ પાસેથી સેનિટેશન લઈને સ્ટોર ક્લાર્ક, તરીકે જવાબદારી આપી છે. રમેશ ત્રિવેદીને કેશીયર ની સાથે રેન્ટ શાખાનો ચાર્જ વધારાનો સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો :સુરતના ભેસ્તાન ખાતે 5 વર્ષના બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કરતા મોત