પાલનપુર: ભાભરમાં માર્ગ વચ્ચે ગટર ઉપર ભૂવો પડ્યો, વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન
પાલનપુર: ભાભર શહેરમાં એક હોટલ આગળ માર્ગ ઉપર ગટરની ઉપર ભુવો પડવાની ઘટના બની છે. જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો માટે ભુવો જોખમી બની ગયો છે. તો દિવસ તેમજ રાત્રિના સમયે અહીંથી પસાર થતાં રાહદારીઓને પણ હાલાકી અને જોખમી બની રહ્યું છે. આ ભુવો પડવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું સમારકામ હાથ ધરવામાં આવ્યો નથી. સ્થાનિક લોકોએ હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ભાભર શહેરમાં આવેલી શ્યામ હોટલ આગળના માર્ગ ઉપર ભુવો પડવાની ઘટના બની છે. જેના કારણે વાહન ચાલકો માટે આ ભુવો જોખમી બની ગયો છે. તો રાત્રિના સમયે હાદારીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે.અને જોખમી બની રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું હજુ સુધી સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી.
સ્થાનિક લોકોએ ગટર ઉપર પડેલા ભુવાને લઈને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અવારનવાર પડતા ભુવાને લઈને લોકોને હાલાકીઓનો સામનો કરવો પડે છે ત્યારે કોઈપણ વ્યક્તિ માટે આ ભુવો જોખમી પુરવાર થાય તે પહેલા તંત્રએ વહેલી તકે તેના સમારકામની કામગીરી શરૂ કરવી જોઈએ. તેવી અહીંના લોકોમાં માંગ ઉઠી છે.
આ પણ વાંચો :પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના મુદ્દાથી વ્યથિત સુનિલ બ્રહ્મભટ્ટે આપ્યું રાજીનામું