પાલનપુર: માં અર્બુદા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે 2 લાખ ભાવિકોએ કર્યા દર્શન
પાલનપુર: માં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને આજે સૌથી મોટા મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. બનાસકાંઠા આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ યજ્ઞના શુભારંભ માં પ્રથમ દિવસે બે લાખથી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માં અર્બુદા રજત જયંતી નિમિત્તે સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. ત્રિ દિવસીય આ યજ્ઞનો આજથી પ્રારંભ થયો હતો આ યજ્ઞને લઈને આંજણા પટેલ ચૌધરી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો .જિલ્લા સહિત ગુજરાતમાંથી માનાં દર્શન માટે ભક્તો પાલનપુરના લાલાવાડા ખાતે પહોંચ્યા હતા.
પાલનપુર: માં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને આજે સૌથી મોટા મહાયજ્ઞનો પ્રારંભ થયો#palanpur #palanpurupdate #arbuda #mahayagya #gujaratupdateas #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/hHhRcorwf9
— Hum Dekhenge News (@humdekhengenews) February 3, 2023
600 બ્રાહ્મણ 1500 યજમાન યજ્ઞમાં આપશે આહુતિ
મહાયજ્ઞમાં 600 બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત શ્લોક સાથે આહુતિ આપશે. જેમાં 1500 જેટલા યજમાનો આ યજ્ઞનો લાભ લઇ રહ્યા છે. અર્બુદા માતાજીના રજત જયંતિ મહોત્સવનું 3 ફેબ્રુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી આ મહાયજ્ઞ યોજાઇ રહ્યો છે.
તેમાં દેશભરમાંથી કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાંથી આંજણા ચૌધરી પટેલ સમાજના લોકો આ યજ્ઞના દર્શન માટે આવશે. યજ્ઞના પ્રથમ દિવસે અનેક લોકોએ આ યજ્ઞ શાળાની પ્રદક્ષિણા પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ આ મહાયજ્ઞનાં દર્શન માટે પહોંચા હતા. અને યજ્ઞમાં બેસી મહાયજ્ઞ નાં દર્શન કર્યા હતા.
15000 સ્વયં સેવકો ભક્તો ની સેવા માટે ખડેપગે
આ મહાયજ્ઞ નાં દર્શને દેશભરમાંથી આગામી બે દિવસમાં અનેક લોકો આવવાના છે.સમગ્ર મહોત્સવને લઇ લોકોના ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશમાં સુખ, શાંતિ અને ભાઈચારો રહે, લોકોમાં સમરસતા વધે તે હેતુ થી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાની રાહુલ ગાંધીની PM મોદીને અપીલ