પાલનપુર : અંબાજી મંદિરમાં વિવિધ એસોસિએશન નિભાવે છે મોહનથાળના પ્રસાદની જવાબદારી
પાલનપુર: યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇ ભક્તોને અપાતો મોહનથાળ નો પ્રસાદ છેલ્લા એક અઠવાડિયા થી બંધ કરાયો છે. તેની સામે માઇભક્તોમાં રોષની લાગણી પ્રસરેલી છે. મંદિર દ્વારા મોહનથાળ નો પ્રસાદ હાલમાં બંધ છે, ત્યારે અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ અને એસોસિએશનોએ મોહનથાળનો પ્રસાદ બનાવીને વિતરણ કરાવવાની જવાબદારી ઉપાડી લીધી છે.
અંબાજી માતાજીના દર્શને આવતા માઈ ભક્તો મોહનથાળનો પ્રસાદ લીધા વગર પરત ન જાય તે માટે ધૂળેટીના દિવસે બ્રહ્મ સમાજ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવી ને વિતરણ કરવામાં આવ્યો હતો. તો ગુરુવારે ઓડ સમાજ દ્વારા મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. માઈ ભક્તોની લાગણી છે કે, વહેલી તકે અંબાજી મંદિર મોહનથાળ ના પ્રસાદને ફરીથી શરૂ કરે.
પાલનપુર : અંબાજી મંદિરમાં વિવિધ એસોસિએશન નિભાવે છે મોહનથાળના પ્રસાદની જવાબદારી#palanpur #palanpurupdates #ambaji #ambajitemple #gujaratupdates #Gujarat #Gujaratinews #humdekhengenews pic.twitter.com/b6JQXj1Ez3
— Hum Dekhenge News (@humdekhengenews) March 9, 2023
બીજી તરફ અંબાજીના અગ્રણી સુનિલ બ્રહ્મભટ્ટ દ્વારા ઢોલ વગાડતા મંદિર પરિસરમાં માઇ ભક્તો સાથે જઇને રાજભોગનો પ્રસાદ માં અંબા ને ધરાવવામાં આવ્યો હતો. મોહનથાળના પ્રસાદનો વિવાદ દિવસે ગંભીર બનતો જાય છે.
એક તરફ પ્રસાદ વિતરણ માટે સંસ્થાઓ આગળ આવી રહી છે, બીજી તરફ હાઇકોર્ટમાં પીઆઇએલ કરીને કાનૂની લડત આપવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. માઈ ભક્તોની મોહનથાળના પ્રસાદની વિતરણ ની લાગણીને હજુ સુધી સરકાર કેમ સમજી શકતી નથી ? તે મોટો પ્રશ્ન છે. મંદિર દ્વારા મોહનથાળ નો પ્રસાદ વિનામૂલ્ય અપાતો નહોતો, તેના માટે માઈ ભક્તો નાણા ચુકવતા હતા.
View this post on Instagram
આમાં નફા- નુકસાન ની વાત ન હોય તો પછી મોહનથાળના પ્રસાદને બંધ કરવા પાછળનું શું કારણ છે તે હજુ માઈ ભક્તોની સમજમાં આવતું નથી. એક અઠવાડિયાથી આ વિવાદ ચાલી રહ્યો છે. છતાં સરકારે પણ આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી, કે ન તો તંત્ર દ્વારા કોઇ જાહેરાત કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ આ અંગે અલ્ટીમેટમ આપેલું જ છે. ત્યારે મંદિર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાય તો આ વિવાદ હજુ પણ વધુ ઘેરો બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો :પ્રમુખ બાઈડનના ખાસ એરિક ગાર્સેટી ભારતમાં બની શકે છે યુએસ એમ્બેસેડર